મુંબઈ: ઘરઆંગણે રમાઈ રહેલા વન-ડે વર્લ્ડ કપ 2023 પૂરો થવામાં ત્રણેક મેચ રમાશે ત્યારે આ વખતે ટીમ ઇન્ડિયાએ પણ રેકોર્ડ કરવામાં પાછું વળીને જોયું નથી. વર્લ્ડ કપ 2023માં ભારતીય ટીમનું પ્રદર્શન ઘણું શાનદાર રહ્યું છે. ભારતીય ટીમે અત્યાર સુધીની તમામ નવ મેચ જીતી છે. હવે આવતીકાલે સેમી ફાઇનલમાં ભારતનો સામનો ન્યૂ ઝીલેન્ડની સામે રહેશે અને આ મેચ મુંબઈના વાનખેડે ખાતે રમાશે. આ ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમની સફળતા પાછળ બોલરો જવાબદાર રહ્યા છે. ટીમ ઈન્ડિયાની બોલિંગ શાનદાર રહી છે અને તેમણે નવ મેચમાં કુલ 90 વિકેટમાંથી 86 વિકેટ લીધી છે, જે રેકોર્ડ સાથે પ્રથમ ક્રમે છે.
જો સેમી ફાઈનલમાં પહોંચેલી અન્ય ટીમોની સરખામણી કરવામાં આવે તો ભારતીય બોલરોએ સૌથી વધુ વિકેટો લીધી છે. આ યાદીમાં દક્ષિણ આફ્રિકા 85 વિકેટ સાથે બીજા સ્થાને, ઓસ્ટ્રેલિયા 76 વિકેટ સાથે ત્રીજા સ્થાને અને ન્યૂ ઝીલેન્ડ 69 વિકેટ સાથે ચોથા સ્થાને છે.
ભારતીય બોલરોએ આ વર્લ્ડ કપમાં વિપક્ષી ટીમના બેટ્સમેનો પર પોતાનો ડર જાળવી રાખ્યો હતો, જેમાં મોહમ્મદ શમીના રમત બાદ અન્ય બોલર ખૂબ જ ઘાતક બોલિંગ કરી હતી. શમી ઉપરાંત જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવે શાનદાર બોલિંગ કરી છે. આ તમામે વિપક્ષના બેટર પર પકડ જમાવી રાખી હતી.આ વર્લ્ડ કપમાં 30 થી વધુ ઓવર ફેંકનારાઓમાં શ્રેષ્ઠ ઇકોનોમી રેટ ધરાવતા ટોપ 10 બોલરની યાદીમાં ચાર ભારતીય બોલર છે. આમાં જસપ્રીત બુમરાહ 3.65ના ઈકોનોમી રેટ સાથે ટોચ પર છે. બુમરાહે વધુ ડોટ બોલ નાખવાનો વિક્રમ નોધવ્યો છે. જાડેજાનો ઈકોનોમી રેટ 3.97, કુલદીપનો 4.15 અને શમીનો 4.78 રહ્યો છે. કાગિસો રબાડા (7) બાદ બુમરાહે પણ આ વર્લ્ડ કપમાં સૌથી વધુ મેડન ઓવર (6) ફેંકી હતી.
Taboola Feed