નેશનલ
લદ્દાખ અને તેલંગાણામાં ભૂકંપના આંચકા
આજે મંગળવારના દિવસે ભારતના ઉત્તર અને દક્ષીણના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, મંગળવારે બપોરે લદ્દાખના કારગિલ નજીક રિક્ટર સ્કેલ પર 4.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. એજન્સીના જણવ્યા અનુસાર, ભૂકંપનું કેન્દ્ર ભારતના લદ્દાખના કારગીલથી 314 કિલોમીટર ઉત્તર-ઉત્તર પશ્ચિમ (NNW)માં હતું. ભૂકંપ ભારતીય સમય અનુસાર બપોરે 1.08 વાગ્યે સપાટીથી 20 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર સોમવારે બપોરે તેલંગાણાના હૈદરાબાદ નજીક પણ 2.8 રિક્ટર સ્કેલનો ભૂકંપ અનુભવાયો હતો. એજન્સી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર હૈદરાબાદથી 25 કિલોમીટર પૂર્વ (E)માં હતું. ભૂકંપ ભારતીય સમય અનુસાર બપોરે 1:54 વાગ્યે સપાટીથી 5 કિલોમીટરની ઉંડાઈએ આવ્યો હતો.