લિંગ પરિવર્તન બાદ નવા પાસપોર્ટ માટે પોલિસી લાવવામાં આવશે…
નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દિલ્હી હાઈ કોર્ટને સરકારને આદેશ કર્યો હતો કે સરકાર એક એવી પોલિસી બનાવશે જેથી વિદેશમાં લિંગ પરિવર્તન કરાવનારા લોકોને પુષ્ટિ પ્રક્રિયામાંથી પસાર થવામાં મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે. નવી પોલિસી આવ્યા બાદ લિંગ પરિવર્તન કરાવનાર દરેક વ્યક્તિ સરળતાથી નવો પાસપોર્ટ મેળવી શકશે.
કોર્ટે ખાસ એમ જણાવ્યું હતું કે આવી તબીબી પ્રક્રિયાઓમાંથી પસાર થયા પછી બાયોમેટ્રિક્સમાં ફેરફાર શક્ય ન હોવાથી, વિદેશ મંત્રાલય (MEA) દ્વારા એક મિકેનિઝમ/પોલિસી વિકસાવવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે અનાહિતા ચૌધરી નામની એક ટ્રાન્સજેન્ડર મહિલાએ કોર્ટમાં અરજી કરી હતી જેમાં માંગ કરવામાં આવી હતી કે સત્તાવાળાઓ નવા નામ અને લિંગ સહિતની સુધારેલી વિગતો સાથે તેનો પાસપોર્ટ ફરીથી જારી કરે. જેના જવાબમાં ગૃહ મંત્રાલયે કોર્ટમાં દસ્તાવેજો રજૂ કર્યા હતા. અનાહિતા ચૌધરીએ 2016 અને 2022 ની વચ્ચે અનેક ઓપરેશન દ્વારા લિંગ પરિવર્તન કરાવ્યું હતું. ત્યારબાદ તે કોર્ટના આદેશ દ્વારા કાયદેસર રીતે પોતાનું નામ અને લિંગ બદલી શકી હતી, પરંતુ જ્યારે લિંગ પરિવર્તન પછી તેણે નવા પાસપોર્ટ માટે ભારતીય સત્તાવાળાઓને અરજી કરી ત્યારે તેને નકારી કાઢવામાં આવી હતી.
ત્યારે તેને કોર્ટમાં અરજી કરી હતી. આવા નાગરિકોને ધ્યાનમાં રાખીને કોર્ટે 28 ઓગસ્ટે કેન્દ્ર સરકારને તેમના લિંગ પરિવર્તન બાદ પાસપોર્ટ માટે સુવિધા આપવા વિશે જણાવ્યું હતું. કોર્ટે કહ્યું હતું કે એવી કોઈ પોલિસી હોવી જોઈએ જેના દ્વારા આવા વ્યક્તિઓ તેમના પાસપોર્ટમાં તેમની વિગતો બદલી શકે.