ઇન્ટરનેશનલ

યુએસમાં અભ્યાસ કરતા દર ચાર વિદેશી વિદ્યાર્થીઓમાંથી એક ભારતીય હોય છે

આપણે ત્યાં ભારતમાં લોકોને વિદેશમાં ભણવાનું અને નોકરી કરવાનું બહુ ઘેલું છે. તેમાં પણ પોતાના બાળકને વિદેશમાં ભણવા મૂકવું એ સ્ટેટસની વાત બની જાય છે. એટલે લોકો વિદેશ તરફ આંધળી દોટ મૂકે છે. જ્યારે પણ વિદેશમાં અભ્યાસ કરવાની વાત આવે છે, ત્યારે યુએસ એટલે કે યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. અમેરિકામાં પણ ભારતીય વિદ્યાર્થીઓને ખુબજ સરળતાથી એડમિશન મળી જાય છે. યુએસના એક રિપોર્ટ અનુસાર યુએસમાં અભ્યાસ કરતા કુલ વિદેશી વિદ્યાર્થીઓમાંથી સૌથી વધુ વિદ્યાર્થીઓ ભારતના છે. અહીં ભણતા દર ચાર વિદેશી વિદ્યાર્થીઓમાંથી એક વિદ્યાર્થી ભારતીય છે. 2022-23ના શૈક્ષણિક સત્રમાં ભારતમાંથી સૌથી વધુ વિદ્યાર્થીઓએ યુએસમાં અભ્યાસ માટે એડમિશન લીધું હતું.

રિપોર્ટમાં જણાવ્યા અનુસાર હાલમાં 2,68,923 વિદ્યાર્થીઓએ યુએસમાં અભ્યાસ માટે એડમિશન લીધું છે. અહીં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા 10 લાખને પાર કરી રહી છે.

તેમાં પણ જો 2023ના અગાઉના વર્ષોની સરખામણી કરીએ તો ભારતથી અમેરિકા ભણવા જતા વિદ્યાર્થીઓની સંખ્યામાં અત્યારે 35 ટકાનો વધારો થયો છે. આમ જોવા જઈએ તો 1,65,936 વિદ્યાર્થીઓ વિદેશમાંથી ગ્રેજ્યુએટ થયા છે અને બાકીના એટલે કે લગભગ 31,954 હાલમાં અંડરગ્રેજ્યુએટ છે.

આ ઉપરાંત સૌથી વધુ સંખ્યામાં વિઝા પણ વિદ્યાર્થીઓને જ આપવામાં આવ્યા છે. 2023ના વર્ષમાં અત્યાર સુધીમાં અહીંની 70 ટકા સંસ્થાઓ અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને પ્રાધાન્ય આપી રહી છે. રિપોર્ટ અનુસાર છેલ્લા 20 વર્ષમાં સૌથી વધુ એટલે કે લગભગ 1.4 લાખ ભારતીય વિદ્યાર્થીઓને આ વર્ષે આપવામાં આવ્યા છે.

ભારતમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ ગણિત, કોમ્પ્યુટર સાયન્સ, એન્જિનિયરિંગ અને MBA કરવા માટે આવતા હોય છે. આ ઉપરાંત ભારતમાં પણ ઘણા વિદેશી વિદ્યાર્થીઓ ભણવા આવે છે જેમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ ચીનના હોય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button