IPL 2024સ્પોર્ટસ

સેમીફાઇનલ અંગે જ્યોતિષીઓએ કરી મોટી ભવિષ્યવાણી

ભારત કે ન્યુઝીલેન્ડ જાણો કોણ જીતશે

મુંબઇઃ વર્લ્ડ કપમાં ધાંસુ પ્રદર્શન બાદ સેમીફાઇનલમાં પહોંચેલી ટીમ ઇન્ડિયા આજે ન્યુઝીલેન્ડ સાથે ટકરાશે. લીગ મેચમાં અજેય રહેનારી ભારતીય ટીમ સાથે દેશના કરોડો દેશવાસીઓની દુઆ છે. જોકે, ન્યુઝીલેન્ડની ટીમ પણ બળુકી છે અને લીગ મેચમાં ઉત્તમ પ્રદર્શન કરીને સેમીફાઇનલમાં પહોંચી છે. આવા સમયે કરોડો દેશવાસીઓની ઇચ્છા છે કે ભારત જ આ મેચ જીતે. દરેકના મનમાં એ જાણવાની ચટપટી છે કે આ મેચ કોણ જીતશે. તો આપણે જાણીએ કે આજની મેચ વિશે જ્યોતિષો શું દાવો કરે છે.

જ્યોતિષોએ ભવિષ્યવાણી કરીને જણાવ્યું છે કે કઇ ટીમ પાસે જીતવાના વધુ ચાન્સ છે. એમણે એ પણ જણાવ્યું છે કે કઇ ટીમ પહેલા બેટિંગ કરશે અને ટીમનો કયો ખેલાડી કેવું પ્રદર્શન કરશે.


જ્યોતિષીઓની અગાઉની આગાહી મુજબ, તેમણે કહ્યું હતું કે ટીમ ઈન્ડિયા સેમીફાઈનલ મુંબઈમાં અને ફાઈનલ અમદાવાદમાં રમશે, મતલબ કે ટીમ ઈન્ડિયાના સ્ટાર્સ સાચી દિશામાં છે અને ટીમ ઇન્ડિયા સેમીફાઇનલ મેચ જીતી જશે. જ્યોતિષીઓ જણાવે છે કે ભારત પહેલા બોલિંગ કરશે અને પછી પીછો કરશે તેવી શક્યતા વધારે છે. 47-48મી ઓવર સુધીમાં તેઓ ન્યુઝીલેન્ડ દ્વારા નિર્ધારિત લક્ષ્ય સુધી પહોંચી શકશે. ન્યુઝીલેન્ડ 250-270નો લક્ષ્યાંક રાખી શકે છે. એટલું જ નહીં, તેણે આગાહી કરી છે કે આ મેચમાં વિરાટ કોહલી, શુભમન ગિલ અને રોહિત શર્મા મહત્વની ભૂમિકા ભજવશે. તેમણે એમ પણ જણાવ્યું છે કે આ સમયે કેપ્ટનની કુંડળી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં રોહિત શર્મા ટીમના પ્રદર્શનમાં મહત્વની ભૂમિકા ભજવશે અને ફાઈનલ પણ જીતી જશે. તેઓ 37 વર્ષના છે.


ટીમ ઈન્ડિયાને આગળ લઈ જવા માટે હાલનો સમય ગ્રહો રોહિત શર્મા માટે ખૂબ જ અનુકૂળ છે. બીજી તરફ વિરાટ કોહલી આ સમયે પોતાની ટોચ પર છે. સૂર્ય કુમાર યાદવનું પ્રદર્શન નોક આઉટ મેચોમાં સારું રહેશે અને તે આ મેચમાં પણ સારું પ્રદર્શન કરશે. અન્ય ખેલાડીઓમાં શ્રેયશ અય્યર, બુમરાહ અને રવિન્દ્ર જાડેજા સારું પ્રદર્શન કરશે. ન્યુઝીલેન્ડની ટીમનો સવાલ છે તો સેન્ટનર, કોનવે જેવા કેટલાક ખેલાડીઓ પર નજર રાખવી પડશે. રચિન સારું પ્રદર્શન કરી શકશે નહીં અને પ્રારંભિક તબક્કામાં તેની વિકેટ ગુમાવશે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર ટીમ ઈન્ડિયા માટે પણ આ મેચ સંપૂર્ણ રીતે આસાન નહીં જ હોય. તેમણે ઘણા પડકારોનો સામનો કરવો પડશે. ન્યૂઝીલેન્ડ પણ ટીમ ઈન્ડિયાની જીતની રાહ મુશ્કેલ બનાવશે, પરંતુ ટીમ ઈન્ડિયા પડકારોનો સામનો કરી શકશે.


આ આગાહી કેટલી સચોટ સાબિત થશે એ તો સમય જ કહેશે, પણ વર્તમાન વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન જબરદસ્ત રહ્યું છે. આજે ટીમ ઈન્ડિયા પ્રથમ સેમીફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે ટકરાશે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. આશા રાખીએ કે આજનું નવું વર્ષ દેશવાસીઓ માટે શુકનવુંતુ સાબિત થાય અને ટીમ ઈન્ડિયા આ મેચ જીતીને ફાઇનલમાં પહોંચે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button