રાશિફળસ્પેશિયલ ફિચર્સ

આજનું રાશિફળ (14-11-2023): આ રાશિના જાતકો પર રહેશે મા લક્ષ્મીની કૃપા, થશે ધન વર્ષા, જાણો શું કહે છે આજે તમારું ભાગ્ય

મેષ: આજના દિવસે તમારી અંદર સહકારની ભાવના જાગશે. મહત્વના કામો બાબતે ધીરજ રાખજો. આરોગ્ય બાબતે નિષ્કાળજી ના રાખતાં. જો તમે કોઇ અજાણી વ્યક્તી પર ભરોસો કરશો તો તે તમને આજે ભારે નુકસાન પહોંચાડી શકે છે. જો તમે કોઇ સંપત્તી ખરીદી રહ્યાં છો તો કોઇ પણ ડીલ સાવધાનીથી કરજો. સંતાન પાસેથી તમને કોઇ સારા સમાચાર સાંભળવા મળશે.

વૃષભ: વેપારીઓ માટે આજનો દિવસ ઉત્તમ છે. જો તમે પાર્ટનરશીપમાં કોઇ ડીલ ફાઇનલ કરવાના છો તો તમારી વાત જરુરથી મૂકજો. મામા પક્ષે તમને ધનલાભ થઇ શકે છે. જો તમારો સંપત્તી સંબંધીત કોઇ કોર્ટ કેસ ચાલી રહ્યો છે તો તેમાં તમને આજે જીત મળશે. તમે જરુરી કામો પર ખાસ ધ્યાન આપશો. મિત્રો સાથેના સંબંધમાં ઘનીષ્ટતા આવશે. કોઇને વણમાંગી સલાહ ના આપતા.

મિથુન: આજનો દિવસ તમે ડેલી રુટીનમાં વ્યસ્ત રહેશો. તેમાં ફેરફાર ના કરતાં નહીં તો મૂશ્કેલી આવી શકે છે. તમને પરિવારના કોઇ સભ્ય પાસેથી જરુરી સૂચના સાંભળવા મળશે. તમે તમારી મહેનત અને લગનથી કાર્યક્ષેત્રે એક અલગ અને સારી છાપ ઊભી કરશો. તમે બધાને સાથે લઇને ચાલવાનો પ્રયાસ કરશો. જેમાં તમને સફળતા અવશ્ય મળશે. નાણાંની લેવડ-દેવડમાં સ્પષ્ટતા રાખજો નહીં તો પાછળથી નુકસાન થઇ શકે છે.

કર્ક: આજનો દિવસ તમારા માટે બુદ્ધી અને વિવેકથી કામ કરવાનો છે. કલા કૌશલ્ય સુધરશે. વિવિધ ક્ષેત્રોમાં તમે સારું પ્રદર્શન કરશો. તમે તમારા કામોને આવતી કાલ પર ના ટાળતાં. નહીં તો પ્રોમ્બેલમ થઇ શકે છે. તમારી કોઇ જૂની ભૂલ પરિવારના સભ્યો સામે આવી શકે છે.જો તમે કોઇ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું વિચારી રહ્યાં છો તો સમજી-વિચારીને કરજો. તમારા જરુરી કામોને ગતી મળશે.

સિંહ: આજના દિવસે ભૌતિક વસ્તુંઓની પ્રાપ્તી થશે. કોઇની સાથે તર્ક વિતર્કમાં ના પડતાં. પરિવારજનોની સલાહ આજે કામ આવશે. વધારે પડતાં મસાલેદાર અને તળેલા પદાર્થોનું સેવન ટાળજો નહીં તો પેટ સંબંધીત કોઇ સમસ્યા થઇ શકે છે. કોઇ પણ નવા કામમાં સમજી વિચારીને ઇનન્વેસ્ટમેન્ટ કરજો. નહીં તો તમને નુકસાન થઇ શકે છે. જો તમે પરિવારના કોઇ સભ્યને વાયદો કર્યો હશે તો તે આજે પૂરો કરવો પડશે.

કન્યા: આજનો દિવસ તમારા સાહસ અને પરાક્રમમાં વૃદ્ધી કરશે. તમારે તમારા મનમાં નકારાત્મક વિચારો ન લાવવા જોઇએ. નહીં તો ખટાં ઝગડા ઊભા થઇ શકે છે. તમે તમારા મનને એવા કામોમાં વ્યસ્ત રાખો જેનાથી લોકોનું ભલું થાય. કાર્યક્ષેત્રે ગમતું કામ મળવાથી તમે પ્રસન્ન રહેશો. જોકે તમારા કેટલાંક વિરોધીઓ તમને હેરાન કરવાનું નહીં છોડે. સંતાન પાસેથી તમને કોઇ સારા સમાચાર સાંભળવા મળશે.

તુલા: આજનો દિવસ તમારી જીવનશૈલીમાં સુધારો કરશે. બેન્કીંગના કાર્યોમાં તમારો રસ વધશે. ઘરમા પરિવારમાં કોઇ એવી વાત થશે જેને કારણે તમે ચિંતીત રહેશો. છતાં તમે કોઇને કંઇ નહીં કહો. તમારે માતાને કરેલ વાયદો આજે પૂરો કરવો પડશે. જો તમે તમારા કોઇ કામમાં આવી રહેલ અવરોધોથી ચિંતિત છો તો એ કામ આજે પૂરું થઇ જશે. સંતાન પાસેથી આજે કોઇ સારા સમાચાર મળશે.

વૃશ્ચિક: આજનો દિવસ તમારા માટે શુભ અને મંગળ કાર્યોમાં સામેલ થવાનો હશે. તમારા ઉલ્લેખનીય કાર્યોમાં વધારો થશે. રાકારણમાં કાર્યરત લોકો તેમના સારા કામોથી ચર્ચામાં રહેશે. તમારી છબી હજી નિખરશે. રચનાત્મક કાર્યોમાં ગતી આવશે. નોકરીની સાથે સાથે તમે કોઇ પાર્ટટાઇમ કામ પણ કરશો. જેમાં તમને સફળતા અવશ્ય મળશે. સંતાનના લગ્નમાં જો કોઇ બાધા આવી રહી છે તો તે આજે દૂર થશે.

ધન: આજનો દિવસ લેવડ-દેવડના મામલે સાવધાન રહેવાનો છે. કોઇ પ્રોપર્ટી ખરીદતી વખતે દસ્તાવેજો પર ખાસ ધ્યાન આપજો. નહીં તો તમારી સાથે કોઇ ફ્રોડ થઇ શકે છે. સમન્વયની ભાવના તમારા મનમાં રહેશે. કાર્યક્ષેત્રે તમે તમારું કામ કોઇના ભરોસે ના છોડતાં. નહીંતો તેમા તમે અધિકારીની ખરી ખોટી સાંભળવી પડશે. તમારે નાની નાની વાતે ગુસ્સો કરવાથી બચવું પડશે. નહીં તો પરિવારજનો તમારી આદતથી કંટાળી જશે.

મકર: આજનો દિવસ તમારી આવકમાં વધારો કરશે. પ્રતિસ્પર્ધાનો ભાવ મનમાં રહેશે. તમારી અપેક્ષા કરતાં વધુ લાભ થતાં તમારી ખૂશીનો પાર નહીં રહે. જો તમને કોઇ જરુરિયાતમંદ વ્યક્તીની મદદ કરવાનો મોકો મળે તો જરુરથી કરજો. સરકારી નોકરી માટે મહેનત કરી રહેલ લોકોએ કોઇ કસપર બાકી ના રાખવી જોઇએ. તો જ એમને સફળતા મળશે. તમારું મને આજે ભગવાનની ભક્તીમાં લાગશે જે જોઇને પરિવારજનો ખૂશ થશે.

કુંભ: આજનો દિવસ તમારા માટે વાણી અને વ્યવહારમાં મધૂરતા રાખવાનો છે. કાયદાકીય બાબતે તમારે તમારી આંખ અને કાન ખૂલ્લા રાખવા પડશે. તમારે તમારા સહયોગીની મદદ લેવી પડશે. આજે ભરપૂર આત્મ વિશ્વાસ રહેશે. જેને કારણે તમે કોઇ પણ કાર્ય સરળતાથી કરી શકશો. જેમાં તમને સફળતા પણ મળશે. તમે તમારા કરતાં બીજાના કામમાં વધુ ધ્યાન આપશો. જે તમને નુકસાન કરી શકે છે. વિદ્યાર્થીઓને તેમના અભ્યાસમાં આવનાકી અડચણો માટે પોતાના ગુરુ સાથે વાત કરવી પડશે.

મીન: આજનો દિવસ તમારા માટે પરોપકારના કાર્યસાથે જોડાઇને નામ કમાવવાનો રહેશે. તમારી કેટલીક નવી યોજનાઓને ગતી મળશે. તમે સારા અને ધાર્મીક કામ કરશો. તમારા સાહસ અને પરાક્રમમાં વધારો થશે. કાર્યક્ષેત્રે નાની ભૂલોને મોટું દીલ રાખી માફ કરવી પડશે. તમે પિતાની મરજી વિરુદ્ધ કોઇ કામ કરશો. જેને કારણે તેઓ તમારાથી નારાજ થશે જીવનસાથી સાથે તમે સંતાનને લઇને કોઇ જરુરી મુદ્દા પર ચર્ચા કરશો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button