આમચી મુંબઈ

પાલિકાના ૫૮૦ સફાઈ કામદારોને ૨૪ વર્ષ પછી ન્યાય મળ્યો

નોકરીમાં કાયમી કરવાનો કોર્ટનો આદેશ

મુંબઈ: ૮ નવેમ્બરના રોજ, બોમ્બે હાઈ કોર્ટે ૫૮૦ કામદારોને કાયમી તરીકે માન્યતા આપતા ઔદ્યોગિક અદાલતના ૨૦૨૧ના આદેશને સમર્થન આપ્યું હતું. જે સ્થાઈ ૨૪ વર્ષની લાંબી લડાઈ પછી કામદારોને ન્યાય મળ્યો છે. કામદારોએ સૌપ્રથમ ૧૯૯૯માં તેમના યુનિયન, કચરા વાહતુક શ્રમિક સંઘ દ્વારા હાઇ કોર્ટનો સંપર્ક કર્યો હતો.
કચરા વાહતૂક શ્રમિક સંઘના જનરલ સેક્રેટરી મિલિંદ રાનડેએ જણાવ્યું હતું કે, ઘણા વર્ષોથી અમે આ કામદારોની સ્થાયીતા માટે લડી રહ્યા છીએ, અમે ૧૯૮૦ના દાયકામાં કાર્યરત ૧,૨૪૦ અને ૨૦૦૭ માં કાર્યરત ૨,૭૦૦ કામદારો માટે સમાન કેસ જીત્યા છીએ.
યુનિયનને ૨૦૦૨ માં બદલાયેલ કાનૂની સ્થિતિના કારણે તેઓ સીધો હાઇ કોર્ટનો સંપર્ક કરી શકતા નહોતા અને પહેલા ઔદ્યોગિક કોર્ટનો સંપર્ક કરવો પડ્યો હતો. વકીલ રોહિણી ત્યાગરાજન, જેઓ ૨૦૨૧થી આ કેસ સાથે સંકળાયેલા છે, તેમણે જણાવ્યું હતું કે ઔદ્યોગિક અદાલતમાં યુનિયન જીત્યા પછી, બીએમસીએ હાઇકોર્ટમાં અરજી દાખલ કરી, જેમાં વધુ બે વર્ષ લાગ્યા. રાનડેએ જણાવ્યું હતું કે, હાઈ કોર્ટે મૂળભૂત રીતે ચુકાદો આપ્યો હતો કે કોન્ટ્રાક્ટ સિસ્ટમ કપટી અને બોગસ છે. સ્વચ્છતાનું કામ આખું વર્ષ ચાલે છે, તેથી કામદારોને આટલા લાંબા સમય સુધી કોન્ટ્રાક્ટ પર રાખી શકાય નહીં.
કામચલાઉ કામદાર પાટેકર ગાર્બેજ ડમ્પર ચલાવે છે, જે દરરોજ ₹૭૩૧ અથવા દર મહિને લગભગ ₹૨૧,૦૦૦ કમાય છે- જે ₹૫૦,૦૦૦ થી ૫૫,૦૦૦ સુધી તેઓ કાયમી કામદાર તરીકે હકદાર છે તેના કરતાં ઘણી ઓછી છે. રાનડેના જણાવ્યા મુજબ, લઘુત્તમ વેતન અધિનિયમ અનુસાર તેમના વર્તમાન પગાર અને કેન્દ્રીય પગાર પંચ મુજબ તેમના લાયક પગાર વચ્ચેનો આ તફાવત ₹. આઠ લાખથી નવ લાખ જેટલો છે.
પાટેકરે કહ્યું મારી આખી યુવાની આવી રીતે પસાર થઈ ગઈ. દુ:ખની વાત એ છે કે, પાટેકર સાથેના ૫૮૦ કામદારોમાંથી ૮૦ હવે મૃત્યુ પામ્યા છે. અગાઉ, મનુસ્મૃતિએ આપણને બહિષ્કૃત કર્યા અને સમાજની બહાર રાખ્યા; હવે બીએમસી અમારા અધિકારોને અમારાથી દૂર રાખવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ અમે લડતા રહીશું.
પાટેકર હાઈ કોર્ટના આદેશ સામે હવે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરવાના બીએમસીના નિર્ણયનો ઉલ્લેખ કરી કહ્યું કે આદેશના બીજા દિવસે, બીએમસીએ તેના અમલીકરણ પર સ્ટે માટે હાઇ કોર્ટનો સંપર્ક કર્યો. કોર્ટે ના પાડી. એક નાગરિક અધિકારીએ પુષ્ટિ આપી હતી કે બીએમસી હવે સુપ્રીમ કોર્ટમાં જશે , જેનો અર્થ એ થશે કે પાટેકર અને તેમના સાથીઓએ કરાર આધારિત કામદારો તરીકે બીજા થોડા વર્ષો વિતાવવા પડશે. ત્યાગરાજને જણાવ્યું હતું કે, બીએમસી કાયદેસર રીતે હાઇ કોર્ટના આદેશનો અમલ કરે તેવું ઇચ્છીએ છીએ. જો તેઓ સુપ્રીમ કોર્ટમાં જશે તો તે અમલીકરણમાં વિલંબ કરવાની એક ચાલ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…