નેશનલ

છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીઃ પીએમ મોદીએ કોંગ્રેસ માટે કર્યો સૌથી મોટો દાવો

રાયપુર: છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજ્યના મુંગેલી પહોંચ્યા હતા. કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસની વિદાયનો સમય આવી ગયો છે, પીએમ મોદીએ એવો પણ દાવો કર્યો હતો કે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની આગેવાની હેઠળ 3 ડિસેમ્બરે અહીં સરકાર બનશે. વડા પ્રધાન મોદીએ એમ પણ કહ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકને મુખ્ય પ્રધાન સામે ગુસ્સો છે. કોંગ્રેસના નેતાઓ દિલ્હીથી આવે છે અને જુઠ્ઠું બોલે છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ છત્તીસગઢના મુંગેલીમાં કહ્યું હતું કે દેવ દિવાળી પર કોંગ્રેસ ક્યાંય જોવા નહીં મળે, દિલ્હીથી આવેલા પત્રકારો મને કહે છે કે છત્તીસગઢના સીએમ પોતે ચૂંટણી હારી રહ્યા છે. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે કોંગ્રેસના જૂના નેતાને દગો આપવામાં આવ્યો છે. કોંગ્રેસની સરકાર બની ત્યારે મુખ્ય પ્રધાન પદ માટે અઢી વર્ષનો કરાર થયો હતો. દિલ્હીમાં બેઠેલા તમામ નેતાઓને મુખ્ય પ્રધાને પૈસા આપીને ખરીદ્યા છે. હવે કોંગ્રેસની સરકાર થોડા દિવસો માટે જ છે.


પીએમે વધુમાં કહ્યું હતું કે છત્તીસગઢમાં કોંગ્રેસ સરકારની વિદાયનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. કોંગ્રેસ હવે કોઇને એક ક્ષણ માટે પણ નથી જોઇતી અમે અમારા વિકાસ દ્વારા જીત મેલવીશું.

ત્રીજી ડિસેમ્બરે ભાજપ આવશે અને યુવાનોના દરેક સ્વપ્ન સાકાર થશે. કાંગ્રેસના જે નેતાઓએ તમને પાંચ વર્ષ સુધી લૂંટ્યા છે એ તમામને હવે ઘર ભેગા થવું પડશે. નોંધનીય છે કે છત્તીસગઢમાં થયેલા મહાદેવ કૌભાંડમાં 508 કરોડ રૂપિયા વહેંચવામાં આવ્યા હોવાનો આરોપ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button