જૈન મરણ
રાધનપુર તીર્થ જૈન
રાધનપુર તીર્થ હાલ બોરીવલી સ્વ. કાંતાબેન અચરતલાલ શાહના પુત્ર સુશીલભાઈ (ઉમર:૮૧) તે અનિલાબેનના પતિ. સંજય, ફાલ્ગુની આશિષકુમાર ના પિતા. મોક્ષા, ભાવિ, વર્ષિલ, ભાવિકના દાદા/નાના. સ્વ. જાસુદબેન સોમચંદ શાહના જમાઈ તે તા.૧૦/૧૧/૨૩ ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ઘોઘા નિવાસી હાલ મલાડ ભરતભાઈ રમણીકલાલ રૂઘનાથ ઠાર (શાહ) ના ધર્મપત્ની સરોજબેન ઠાર શાહ (ઉમર:૬૭) તે ૯/૧૧/૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. પ્રવીણભાઈ, સ્વ. જીતેન્દ્રભાઈ, પ્રફુલભાઇના નાનાભાઈના પત્ની, સ્વ. રાજેન્દ્રભાઇ, સ્વ. જયેશભાઇ, ધર્મેન્દ્રભાઈ, સ્વ. જ્યોતિબેન, ભારતીબેન, મીનાબેન તથા ચેતનાબેનના ભાભી, મીનલ વિક્રમભાઈ શાહના ચાચી, પિયરપક્ષે મહુવાવાળા સ્વ. કાંતાબેન તથા સ્વ. ઓત્તમચંદ હઠીચંદ દોશી હાલ મલાડના દીકરી. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
મોખાના ચાંપશી રવજી ભેદા (ઉં. ૭૫) ૧૧-૧૧ના અવસાન પામેલ છે. કુંવરબાઇ રવજી મોનાના પુત્ર. દમયંતીબેનના પતિ. ભાવેશ, સ્વ. મનિષ, રાહુલના પિતા. ભવાનજી, નાનબાઇ, રામજી, સુંદરબેન, લાલજી, મગનના ભાઇ. લક્ષ્મીબેન કલ્યાણજીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. ભાવેશ ભેદા, જી-૨, ક્રિષ્ણા વાટીકા, ટાવર રોડ, ભાયંદર (ઇ.), થાણા-૪૦૫૧૦૫.
ઝા. દશા શ્રીમાળી સ્થા. જૈન
ચુડા નિવાસી, હાલ મલાડ, સ્વ. સવિતાબેન મણીલાલ શાહના સુપુત્ર. ચી. પ્રફુલભાઈ (ઉં. વર્ષ ૭૧), તે છાયાબેનના પતિ, ડૉ. સેજલ ગોસલિયા તથા ચી. વિરલના પિતાશ્રી, મેહુલભાઈ તથા પ્રાપ્તિબેનના સસરા તેમજ ચી. માહી, યેશાના દાદા તથા મલાડ નિવાસી શેઠ શ્રી સ્વ. રમણીકલાલ મનસુખલાલ શાહના જમાઈનું તા. ૧૨/૧૧/૨૦૨૩ના રોજ સ્વર્ગવાસ થયેલ છે. પ્રાર્થના તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલાવાડી વિશા સ્થા. જૈન
વઢવાણ નિવાસી હાલ મલાડ સ્વ. તરૂણાબેન રજનીકાંત કોઠારીના સુપુત્ર ચિરાગ (ઉં.વ. ૪૪) તા. ૧૧-૧૧-૨૦૨૩ શનિવારના રોજ અરિહંતશરણ પામેલ છે. તે પ્રિયાના પતિ. મહેક તથા નમનના પિતા. પૂનમ પંકીત કોઠારીના મોટાભાઈ. અલકાબેન સુરેશભાઈ કોઠારીના ભત્રીજા. હંસાબેન જયસુખભાઈ કાલીદાસ ગાંધીના જમાઈ. તેમની પ્રાર્થનાસભા તથા લોકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલાવાડી દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન
લીંબડી નિવાસી હાલ કિંગ સર્કલ (માટુંગા) સ્વ. સમતાબેન અમુલખ અમીચંદ મણિયારના પુત્ર સ્વ. પ્રમોદભાઇના ધર્મપત્ની ગં. સ્વ. તારાબેન (ઉં. વ. ૯૦) તે સ્વ. જતીનભાઇના માતા અને ફાલ્ગુનીબેનના સાસુ. તે સ્વ.રમાબેન ત્રંબકભાઇ તથા ઇંદીરાબેન હરસુખભાઇના ભાભી. તે થાનગઢ નિવાસી હાલ રાજકોટ સ્વ. રુકમણીબેન સુખલાલભાઇ દોઢીવાલાના દીકરી તા. ૧૨-૧૧-૨૩ રવિવારના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી દેરાવાસી જૈન
ભાડલા હાલ મુલુંડ મુંબઇ દીપકભાઇ મનસુખલાલ શાહના ધર્મપત્ની હેમાબેન (ઉં. વ. ૬૩) તે મંજુલાબેન (મંગુબેન)ના પુત્રવધૂ. તે વિનિત તથા હર્ષિતના માતુશ્રી. ચારુબેન બિપીનભાઇ મહેતા તથા હર્ષદાબેન કિશોરભાઇ શેઠના ભાભી. તે મુક્તાબેન જયંતિલાલ મહેતાના સુપુત્રી ગુરુવાર તા. ૯-૧૧-૨૩ના અરિહંતશરણ પામેલ છે. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ નથી.