આમચી મુંબઈ

ટ્રાફિક પોલીસે મરમ્મતની પરવાનગી નકારતા પરેલનો ટીટી બ્રિજ ખુલ્લો રહેશે

મુંબઈ: પરેલ ટીટી બ્રિજને નવ મહિના સુધી બંધ કરીને તેના રિપેરિંગ માટેનો પ્રસ્તાવ પાલિકા દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો, પણ આ રિપેરિંગ કામ માટે ટ્રાફિક પોલીસ વિભાગ પાસેથી પરવાનગી ન મળતા આ બ્રિજ હાલમાં ખૂલો મૂકવામાં આવશે. પાલિકાએ બ્રિજના રસ્તાઓ પરના ખાડાઓ ભરવા અન્ય રેપેરિંગ કામોનો સમાવેશ હતો.

પાલિકાના એક અધિકારીએ જણાવ્યુ હતું કે આ બ્રિજ આવતા પચીસ થી ૩૦ વર્ષો સુધી મજબૂત રહેશે તેથી ગભરાવવાનું કોઈ કારણ નથી. આ ૪૩ વર્ષ જૂના રેપેરિંગ માટે પાલિકાએ ૧૮ કરોડ રૂપિયાનું બજેટ જારી કર્યું હતું.

મુંબઈના દાદરમાં આ બ્રિજ તિલક બ્રિજ સાથે પૂર્વ અને પશ્ર્ચિમના વિસ્તારોને જોવવાનું કામ કરે છે. ચોમાસા દરમિયાન આ પુલ પર અનેક ખાડાઓ પડી ગયા હતા જેથી આ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો.

પાલિકાની અધિકારીએ કહ્યું હતું કે બ્રિજના રેપેરિંગ કામમાં પુલના બંને કિનારા પર સિમેન્ટની દીવાલો બનાવવાની યોજના હતી પણ ટ્રાફિક પોલીસ પાસેથી આ કામની મંજૂરી ન મળતા તેને સ્થગિત કરવામાં આવી છે.

પાલિકાની એક ટીમે આ બ્રિજનું પરીક્ષણ કર્યું હતું. અંધેરીમાં ગોખલે બ્રિજની દુર્ઘટના બાદ બીએમસીએ મુંબઈના દરેક બ્રિજનું ઓડિટ કર્યું હતું જેમે દરેક બ્રિજને થોડાક સમય બાદ રિપેરિંગની જરૂર હોવાનું સામે આવ્યું હતું. આ રિપોર્ટમાં પરેલ ટીટી બ્રિજને સમારકામની જરૂર છે એવું કહેવામા આવ્યું હતું.

ટ્રાફિક પોલીસે કહ્યું કે આ બ્રિજ મુંબઈમાં ટ્રાફિક માટે મહત્ત્વનો છે. આ બ્રિજ બંધ રાખવાથી ભાયખલા, લાલબાગ, લોઅર પરેલ જેવા અનેક વિસ્તારોમાં ભારે ટ્રાફિકની સમસ્યા સર્જાશે. આ પુલ દક્ષિણ અને પૂર્વ મુંબઇને જોડે છે જેથી અનેક વખત વીઆઇપી વ્યક્તિઓનાં વાહનો આ બ્રિજ ઉપરથી પસાર થાય છે જેથી તેને નવ મહિના માટે બંધ કરવો શક્ય નથી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…