આમચી મુંબઈ

હાઇ કોર્ટના આદેશની ઐસીતૈસી પછી મોડે સુધી ફૂટ્યા ધૂમ ફટાકડા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં છેલ્લા અનેક દિવસોથી પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે. મુંબઈ હાઈ કોર્ટે પણ તેની દખલ લેવી પડી હતી અને દિવાળી દરમિયાન રાતના ફક્ત ૮થી ૧૦ વાગ્યા દરમિયાન જ ફટાકડા ફોડવાની મંજૂરી આપી હતી. જોકે શનિવાર મોડી રાત બાદ રવિવારે સતત બીજા દિવસે દિવાળી ઊજવણી નિમિત્તે ૧૦ વાગ્યા બાદ પણ મુંબઈમાં અનેક ઠેાકણે ફટાકડા ફૂટતા હોવાનું જણાઈ આવ્યું હતું અને ફટાકડા ફોડવાની કોર્ટને આપેલી સમયમર્યાદા ફક્ત પેપર જ રહી હોવાનું જણાયું હતું.

દિવાળીના તહેવારની ઊજવણીમાં ફટાકડા ફોડ્યા બાદ પ્રદૂષણનું સ્તર હંમેશા વધી જતું હોય છે. હાઈ કોર્ટે ફટાકડા ફોડવા માટેનો સમય રાતના ૮થી ૧૦ વાગ્યાનો નક્કી કરી આપ્યો છે. છતાં મુંબઈમાં શુક્રવારે ધનતેરસના તેમ જ શનિવારે કાળી ચૌદશના મોડી રાત સુધી ફટાકડા ફૂટ્યા બાદ રવિવારે લક્ષ્મીપૂજનના દિવસે પણ ૧૦ વાગ્યા બાદ પણ મોડે સુધી ફટાકડા ફૂટતા રહ્યા હતા.

મુંબઈની હવાની ગુણવત્તા આંકડા પરથી સમાધાનકારણ હોવા છતાં મુંબઈગરાને ફટાકડાને કારણે ધુમાડાનો ત્રાસ જણાઈ રહ્યો છે. વધતા પ્રદૂષણને કારણે હાઈ કોર્ટની ટકોર બાદ મુંબઈ મહાનગરપાલિકાએ પણ મુંબઈગરાને પ્રદૂષણ નહીં કરે તેવા ફટાકડા ફોડીને દિવાળીની ઊજવણી કરવાની અપીલ કરી હતી. પરંતુ દિવાળીના ચાર-પાંચ દિવસ જ ઊજવણી હોવાનું માનીને લોકો મોટા પ્રમાણમાં ફટાકડા ફોડતા હોય છે.

મુંબઈમાં ૮થી ૧૦ વાગ્યા દરમિયાન જ ફટાકડા ફૂટે તેનું ધ્યાન રાખવાની જવાબદારી મુંબઈ પોલીસ સહિત પાલિકાના વોર્ડ સ્તરના ઓફિસરને સોંપવામાં આવી છે. છતાં રવિવારે પણ મોડી રાત સુધી ફટાકડા ફૂટતા રહ્યા હતા, એ બાબતે કેટલી ફરિયાદો આવી એ બાબતે મુંબઈ પોલીસ સહિત પાલિકા પ્રશાસન પાસે કોઈ ચોક્કસ આંકડા પાપ્ત થઈ શક્યા નહોતા.

આ દરમિયાન મુંબઈમાં ત્રણ દિવસ પહેલા મોડી રાતે વરસાદ પડ્યા બાદથી વાતાવરણમાં રહેલું પ્રદૂષણનું સ્તર થોડું ઘટી ઍર ક્વોલિટી ઈન્ડેક્સ સમાધાનકારક જણાયો હતો. શનિવારે સવારના મુંબઈનો સરેરાશ ઍક્યુઆઈ ૯૯ હતો. જોકે દિવસ દરમિયાન અને સાંજે ફટાકડા ફૂટવાને કારણે મોડી સાંજે એક્યુઆઈ ૧૦૦ની ઉપર ગયા બાદ રવિવારે સાંજે ૭.૧૫ વાગ્યાની આસપાસ પણ એક્યુઆઈ ૧૨૫ નોંધાયો હતો.

રવિવારે સાંજે મુંબઈનો સરેરાશ એક્યુઆઈ ૧૨૫ નોંધાયો હતો. સૌથી વધુ પ્રદૂષણ બાંદ્રા-કુર્લા-કૉમ્પલેક્સમાં રહ્યું હતું. અહીં એક્યુઆઈ ૨૦૫ જેટલો ઊંચો નોંધાયો હતો. તો મલાડમાં ૧૯૦, મઝગાંવમાં ૧૪૯, બોરીવલીમાં ૧૪૩, કોલાબામાં ૯૭, અંધેરીમાં ૮૨, ભાંડુપમાં ૮૬ નોંધાયો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…