આમચી મુંબઈમહારાષ્ટ્ર

મુંબ્રાની શાખાનો વિવાદ હાઈ કોર્ટમાં પહોંચશે

ઠાકરે જૂથે કાનૂની લડાઈની તૈયારી કરી

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મુંબ્રાની શિવસેનાની શાખાને મુદ્દે શિવસેનાના શિંદે જૂથ અને ઠાકરે જૂથ આમને સામને આવી ગયા હતા અને તેને કારણે શનિવારે થાણેમાં હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. શિવસેનાના ઠાકરે જૂથે મુંબ્રામાં જઈને શક્તિ પ્રદર્શન કર્યું હતું. આ બધાની વચ્ચે હવે એવું જાણવા મળ્યું છે કે મુંબ્રાની શાખાનો વિવાદ હવે મુંબઈ હાઈ કોર્ટમાં જશે.

આ બાબતે એવી માહિતી મળી છે કે શિવસેનાની મુંબ્રામાં આવેલી એક શાખાને મુદ્દે ઠાકરે જૂથ અને શિંદે જૂથ સામ સામે આવી ગયા હતા. બંને જૂથો દ્વારા આ શાખા પર દાવો માંડવામાં આવ્યો છે. ઉદ્ધવ ઠાકરેએ પણ શનિવારે કોઈપણ સંજોગોમાં આ શાખા પરનો દાવો છોડવામાં નહીં આવે એવું નિવેદન કર્યું હતું. હવે આ શાખાનો વિવાદ હાઈ કોર્ટમાં જશે એવું સાંભળવા મળી રહ્યું છે.

શિવસેનાના ઠાકરે જૂથ દ્વારા કાનૂની બાબતો ચકાસવામાં આવી રહી છે. ત્યારબાદ અદાલતમાં દાદ મેળવવામાં આવશે, એમ કહેવામાં આવ્યું છે. ઠાકરે જૂથ દ્વારા આ મુદ્દે હાઈ કોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવશે. આ શાખા અંગેના બધા જ દસ્તાવેજો હોવાનો દાવો પણ ઠાકરે દ્વારા કરવામાં આવ્યો છે.

ઉદ્ધવ ઠાકરેએ શનિવારે થાણેમાં જઈને મુંબ્રાની શાખાની મુલાકાત લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસની વિનંતીને પગલે તેમણે શાખાની નજીક જવાનું ટાળ્યું હતું. ઠાકરેએ એમ પણ કહ્યું હતું કે આગામી ચૂંટણીમાં તમારી મસ્તી ઉતારી દેશું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button