નેશનલ

સો બ્યુટીફુલ, સો એલિગંટ…: કોના પર ઓવારી ગયા આસામના સીએમ?

નવી દિલ્લી: રાજકારણ હોય કે પછી અન્ય બાબત પણ આસામના મુખ્ય પ્રધાન (સીએમ) હેમંત બિસ્વા ચર્ચામાં રહેતા હોય છે, જેમાં તાજેતરમાં પોતાના રાજ્યના કુદરતી સૌંદર્યથી મોહી પડ્યા હતા, ત્યારબાદ તેની ટવિટ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ હતી.

આસામના મુખ્ય પ્રધાન હેમંત બિસ્વાએ એક્સ (ટ્વિટર) પર આસામના તેજપુરમાં કોલિયા ભોમોરા પુલની કુદરતની સુંદરતાના દર્શન કરાવતી તસવીરો શેર કરી હતી. તસવીરો શેર કરી બિસ્વાએ કેપ્શન લખ્યું હતું કે સો બ્યુટીફુલ, સો એલિગંટ જસ્ટ લૂકિંગ લાઇક વાવ.

બિસ્વાએ શેર કરેલી પોસ્ટ પર લખ્યું કે, શું ભવ્ય દૃશ્ય છે! શિયાળાની સવારે ઓછા એક્યુઆઇ અને પ્રદૂષણ મુક્ત વાતાવરણમાં કોલિયા ભોમોરા પુલ. તેજપુરથી દેખાતો શક્તિશાળી હિમાલય, અરુણાચલ-તિબેટ સરહદ નજીક ભવ્ય પર્વતમાળાનું આ ક્રિસ્ટલ ક્લિયર દૃશ્ય. ગૌતમ ડેકા દ્વારા કેમેરામાં કેદ કરવામાં આવ્યું છે.

આસામનો આ કોલિયા ભોમોરા બ્રિજ 1987માં બ્રહ્મપુત્રા પર બાંધવામાં આવ્યો હતો, જે ઉત્તર કિનારે સોનિતપુર જિલ્લામાં તેજપુરને નદીના દક્ષિણ કાંઠે નાગાંવ જિલ્લાના કાલિયાબોર સાથે જોડવાનું કામ કરે છે. આ બ્રિજનું નામ આસામી જનરલ કાલિયા ભોમોરા ફુકન પરથી રાખવામાં આવ્યું છે. માત્ર 3 કિલોમીટર લાંબો આ પુલ ઉત્તર-પૂર્વના સાત આસામને દેશના અન્ય ભાગો સાથે જોડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

બ્રિજને સુંદર બનાવવા માટે સરમાએ ‘જસ્ટ લૂકિંગ લાઇક વાવ’ આ સોશિયલ મીડિયા ટ્રેન્ડનો ઉપયોગ કર્યો હતો. આ ટ્રેન્ડે ઇન્ટરનેટ પર ધમાલ મચાવ્યો છે, જેણે સામાન્ય માણસો સાથે સાથે ખેલાડી, નેતા અને અભિનેતા દરેકનું ધ્યાન આકર્ષિત કર્યું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button