ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.comળ પર મોકલવાના રહેશે.
ભાષા વૈભવ…
જોડી જમાવો
A B
કાવેરી નદી અરુણાચલ પ્રદેશ
મહાનદી મહારાષ્ટ્ર
ગોદાવરી નદી છત્તીસગઢ
બ્રહ્મપુત્રા નદી મધ્ય પ્રદેશ
ચંબલ નદી કર્ણાટક
ઓળખાણ પડી?
ભારતમાં તેમજ કેટલાક એશિયાઈ દેશોમાં જોવા મળતા મોનેસ્ટરી – મઠ કયા ધર્મ સાથે સંકળાયેલા છે એની ઓળખાણ પડી? તિબેટમાં સારી સંખ્યામાં મઠ જોવા મળે છે.
અ) જૈન બ) હિન્દુ ક) બૌદ્ધ ડ) બહાઈ
ગુજરાત મોરી મોરી રે
કવિ કલાપી, ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહ અને પ્રખ્યાત ક્રિકેટરો દુલિપસિંહજી – રણજીતસિંહજી જે કૉલેજના વિદ્યાર્થી હતા એ રાજકુમાર કોલેજ કયા શહેરમાં છે?
અ) પાલનપુર બ) રાજકોટ
ક) ભાવનગર ડ) વડોદરા
માતૃભાષાની મહેક
ચાર આંગળી ને અંગૂઠો મળી પાંચનો પંજો થાય. અંગૂઠા પછીની આંગળી ધમકાવવાનું કામ કરે, સૂચવવાનું કામ કરે માટે તર્જની કહેવાય. એના પછીની આંગળી મધ્યમાં છે એટલે ‘મધ્યમા’ તરીકે ઓળખાવી છે. ત્યારબાદ આવતી આંગળીમાં વીંટી પહેરવાની પ્રથા હોવાથી એ ‘અનામિકા’ કહેવાય છે. છેલ્લી ટચલી આંગળી કનિષ્ઠિકા (કનિષ્ઠ એટલે સૌથી નાનું) કહેવાય છે.
ઈર્શાદ
મંઝિલ તો ઝાંઝવાનું બીજું રૂપ છે અહીં,
તું એને શોધવા વધુ રસ્તા ન મોકલાવ.
—- આદિલ મન્સૂરી
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
‘સખીને ઘરે ફકીર અને બખીલને ઘરે દલગીર’
કહેવતમાં બખીલ શબ્દનો અર્થ શું થાય છે એ જણાવો.
અ) શ્રીમંત બ) ચાંડાલ ક) કંજૂસ ડ) દાનવીર
માઈન્ડ ગેમ
કૃષ્ણગીતની રચનામાં ખૂટતો શબ્દ ઉમેરો:
નાગર નંદજીના લાલ, નાગર નંદજીના લાલ, રાસ રમંતા મારી ————— ખોવાણી.
અ) દુવિધા બ) ઝાંઝરી ક) નથડી ડ) કડલી
ગયા સોમવારના જવાબ
ભાષા વૈભવ
સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણ મિશન
રાજા રામમોહન રોય બ્રહ્મો સમાજ
ઈશ્ર્વરચંદ્ર વિદ્યાસાગર વિધવા પુનર્લગ્ન કાયદો
મહાદેવ ગોવિંદ રાનડે પ્રાર્થના સમાજ
સ્વામી દયાનંદ સરસ્વતી આર્ય સમાજ
ગુજરાત મોરી મોરી રે
પાલનપુર
ઓળખાણ પડી?
જ્યોતિબા ફૂલે
માઈન્ડ ગેમ
મેરુ
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
અઘરું
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) મુલરાજ કપૂર (૨) કિશોરકુમાર જીવનણદાસ વેદ (૩) સુભાષ મોમાયા (૪) નીતા દેસાઈ (૫) શ્રદ્ધા આશર (૬) ડો. પ્રકાશ કટકિયા (૭) ભારતી પ્રકાશ કટકિયા (૮) ખુશરૂ કાપડિયા (૯) ભારતી બુચ (૧૦) લજિતા ખોના (૧૧) જ્યોતિ ખાંડવાલા (૧૨) મહેન્દ્ર લોઢાવિયા (૧૩) વિભા મહેશ્ર્વરી (૧૪) મીનળ કાપડિયા (૧૫) પ્રવીણ વોરા (૧૬) નિતીન બજરિયા (૧૭) હર્ષા મહેતા (૧૮) નંદકિશોર સંજાણવાળા (૧૯) નિખિલ બંગાળી (૨૦) અમીશી બંગાળી (૨૧) મનીષા શેઠ (૨૨) ફાલ્ગુની શેઠ (૨૩) પુષ્પા પટેલ (૨૪) તાહેર ઔરંગાબાદવાલા (૨૫) શીરીન ઔરંગાબાદવાલા (૨૬) મહેશ દોશી (૨૭) અબદુલ્લા એફ મુનીમ (૨૮) કલ્પના આશર (૨૯) રજનીકાંત પટવા (૩૦) સુનીતા પટવા (૩૧) વિણા સંપટ (૩૨) દેવેન્દ્ર સંપટ (૩૩) દિલીપ પરીખ (૩૪) ભાવના કર્વે (૩૫) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૩૬) સુરેખા દેસાઈ (૩૭) અરવિંદ કામદાર (૩૮) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૩૯) ઈનાક્ષીબેન દલાલ (૪૦) જ્યોત્સના ગાંધી (૪૧) રમેશ દલાલ (૪૨) હિનાબેન દલાલ (૪૩) જગદીશ ઠક્કર