નેશનલ

‘જ્યાં રામ છે ત્યાં અયોધ્યા… જ્યાં તમે ત્યાં મારો તહેવાર….’

PM મોદીએ સૈનિકો સાથે ઉજવી દિવાળી

નવી દિલ્હીઃ દર વર્ષે દેશના બહાદુર જવાનો સાથે દિવાળી મનાવતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ વર્ષે પણ હિમાચલ પ્રદેશના લેપચા ગામમાં દેશના જવાનો સાથે દિવાળી મનાવી હતી. પીએમ નરેન્દ્ર મોદીએ જવાનોને મીઠાઈ ખવડાવીને દિવાળીની ઉજવણી કરી હતી. આ પ્રસંગે પીએમ મોદીએ સેનાના જવાનોને કહ્યું હતું કે તમે ઉત્સાહ અને ઉર્જાથી ભરેલા છો. તમે માનો છો કે 140 કરોડ લોકોનો આ મોટો પરિવાર તમારો પોતાનો છે. આ માટે દેશ તમારો ઋણી છે.

પીએમ મોદીએ એમ પણ કહ્યું હતું કે જ્યાં રામ છે ત્યાં અયોધ્યા છે. મારા માટે જ્યાં આપણી સેના તૈનાત છે તે જગ્યા મંદિરથી ઓછી નથી. તમે (જવાનો) જ્યાં છો ત્યાં મારો ઉત્સવ છે. દેશભરમાં દિવાળી દરમિયાન તમારી સુખાકારી માટે પણ દીવો પ્રગટાવવામાં આવે છે.

આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું હતું કે, ‘છેલ્લા 30-35 વર્ષમાં એક પણ દિવાળી એવી નથી કે જે મેં સેનાના જવાનો સાથે ઉજવી ન હોય. હું જ્યારે પીએમ કે સીએમ ન હતો ત્યારે પણ તહેવારોમાં બોર્ડર પર જતો હતો.

સુદાન હોય કે તુર્કી હોય કે અન્ય કોઇ દેશ હોય, સંકટના સમયે આપણી સેના દેશના લોકો તેમજ વિદેશીઓની મદદ કરે છે અને તેમને બચાવે છે. આજે વિશ્વમાં જે પ્રકારની પરિસ્થિતિ પ્રવર્તી રહી છે તેના કારણે વિશ્વની આપણી પાસેથી અપેક્ષાઓ વધી રહી છે. આવી સ્થિતિમાં દેશની સરહદો સુરક્ષિત રહે અને દેશમાં શાંતિ જળવાઈ રહે તે જરૂરી છે. જ્યાં સુધી મારા મિત્રો (જવાનો) હિમાલયની જેમ સરહદ પર અડગ રહેશે ત્યાં સુધી ભારત સુરક્ષિત છે, એમ જણાવતા પીએમ મોદીએ કહ્યું કે દરેક વ્યક્તિ પરિવારને યાદ કરે છે, પરંતુ તમારા ચહેરા પર ઉદાસી દેખાતી નથી. તમારામાં ઉત્સાહની કમીનો કોઈ સંકેત નથી. પીએમ મોદીએ કહ્યું કે આપણા સૈનિકો પાસે હંમેશા આ બહાદુર વસુંધરાનો વારસો રહ્યો છે, તેમની છાતીમાં તે આગ છે, જેણે હંમેશા બહાદુરીના ઉદાહરણો ઉભા કર્યા છે. આપણા સૈનિકો હંમેશા પોતાનો જીવ જોખમમાં મૂકીને સૌથી આગળ ચાલ્યા છે. આપણા જવાનોએ હંમેશા સાબિત કર્યું છે કે તેઓ સરહદ પર દેશની સૌથી મજબૂત દિવાલ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?