નિજ્જરના મોત પર ટ્રુડોએ કર્યું મોટું નિવેદન…
કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ફરી એકવાર હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ફરી એકવાર તેમણે ભારત પર આરોપોનું પુનરાવર્તન કર્યું હતુ. ટ્રુડોએ કહ્યું હતું કે આ એવી બાબત છે જેને અમે ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યા છીએ. અમે તમામ લોકો સાથે કામ કરવા તૈયાર છીએ. કેનેડા એક એવો દેશ છે જે હંમેશા નિયમોનું પાલન કરે છે. અને કાયદા સાથે ઊભા રહે છે.
પીએમ ટ્રુડોએ વધુમાં કહ્યું હતું કે અમે કાયદામાં વિશ્વાસ રાખીએ છીએ. જો મોટા દેશો કોઈપણ પરિણામની ચિંતા કર્યા વિના આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કરશે તો સમગ્ર વિશ્વ માટે વધુ ખતરનાક બની શકે છે.
ટ્રુડોએ વધુમાં કહ્યું કે હતું કે આંતરરાષ્ટ્રીય કાયદા અને કેનેડિયન સાર્વભૌમત્વના આ ગંભીર ઉલ્લંઘન પર કાર્યવાહી કરવા અમે યુનાઇટેડ સ્ટેટ્સ અને અમારા અન્ય સહયોગી દેશોનો પણ સંપર્ક કર્યો હતો. ભારતે રાજદ્વારીઓને પરત મોકલીને વિયેના કન્વેન્શનનું ઉલ્લંઘન કર્યું છે. અમે કોઇ બાબત એમજ નથી કહી રહ્યા શરૂઆતથી કહી રહ્યા છીએ કે નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોનો હોથ છે. જેના માટે અમે ભારતનો સંપર્ક કર્યો અને ઘટનાના મૂળમાં જવા માટે સહકાર આપવા વિનંતી કરી.
ટ્રુડો એ ખાસ કહ્યું હતું કે અમે આ મુદ્દે કોઈપણ પ્રકારની લડાઈ ઈચ્છતા નથી. પરંતુ અમે સ્પષ્ટપણે હંમેશા કાયદાની સાથે રહીશું. કારણ કે કેનેડા કાયદાના શાસનમાં માને છે. નોંધનીય છે કે હરદીપ સિંહ નિજ્જરને આ વર્ષે 18 જૂનના રોજ કેનેડાના એક ગુરુદ્વારાના પાર્કિંગ એરિયામાં અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. નિજ્જરને ભારત સરકારે આતંકવાદી જાહેર કર્યો હતો.