મહારાષ્ટ્ર

શું શરદ પવારે પણ કુણબીનું પ્રમાણપત્ર કઢાવ્યું હતું? વાયરલ થઇ રહેલા એ OBC સર્ટીફિકેટનું સત્ય આખરે શું?

મુંબઇ: એક તરફ રાજ્યમાં મરાઠા અનામતનો મુદ્દો સળગી રહ્યો છે તો બીજી બાજુ તેની પર થઇ રહેલ રાજકારણ રોકાવાનું નામ નથી લઇ રહ્યું. આ મુદ્દે આંદોલન કરી રહેલા મનોજ જરાંગેએ મરાઠાઓને કુણબી પ્રમાણપત્ર આપવામાં આવે અને મરાઠાઓને OBC માંથી અનામત આપવામાં આવે તેવી માંગણી કરી છે. તેમાં હવે રાષ્ટ્રવાદી કોંગ્રેસના અધ્યક્ષ શરદ પવારના નામનું એક પ્રમાણપત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યં છે. વાયરલ થયેલા આ પ્રમાણપત્રમાં શરદ પવારની શ્રેણી OBC હોવાનું બતાવવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે શરદ પવારે રાજ્યમાં ચાલી રહેલ મરાઠા આંદોલનને સાથ આપતાં મરાઠાઓને અનામત મળે એ માટે રાજ્ય સરાકારે પ્રયાસો કરવા જોઇએ એવી માંગણી કરી છે. તો બીજી બાજુ મનોજ જરાંગેએ મરાઠાઓને કુણબી પ્રમાણપત્ર આપવામાં આવે અને OBC માંથી અનામત આપવામાં આવે એવી માંગણી કરી છે. ત્યારે આ બધાની વચ્ચે શરદ પવારે પહેલાંથી જ કુણબી પ્રામણપત્ર કઢાવ્યું છે અને તેઓ પહેલેથી જ OBC અનામતનો લાભ લઇ રહ્યાં છે એવો પ્રયાસ કરવામાં આવ્યો છે.


શરદ પવારનું વાયરલ થઇ રહેલ પ્રમાણપત્ર ફેક હોવાનું સાંસદ સુપ્રિયા સુલેએ કહ્યું હતું. આ કોઇ જાણી જોઇને કરી રહ્યુ હોવાનો દાવો પણ તેમણ કર્યો હતો. એટલું જ નહીં પણ શરદ પવારનું OBCનો ઉલ્લેખ હોય એવું પ્રમાણપત્ર જાણી જોઇને સંઘ અને ભાજપ વાયરલ કરી રહ્યું હોવાનો આક્ષેપ સંભાજી બ્રિગેડે કર્યો છે. શરદ પવારનો મરાઠા હોવાનો ઉલ્લેખ હોય એવું પ્રમાણપત્ર સંભાજી બ્રિગેડ સામે લઇને આવી છે. પવારના સ્કૂલના પ્રમાણપત્ર પર મરાઠા એવો ઉલ્લેખ હોવા છતાં કેટલાંક લોકો જાણીજોઇને તેમને બદનામ કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. શરદ પવારના સ્કૂલના સર્ટીફિકેટ પર OBC નો ઉલ્લેખ કરવામનાં આવ્યો છે એવું પ્રમાણપત્ર વાયરલ કરવામાં આવી રહ્યું છે, જે લોકો પોતાને જીજાઉના વંશજ કરી રહ્યાં છે એમણે જ આ કર્યું છે એવો આક્ષેપ સંભાજી બ્રિગેડે કર્યો છે. આ માધ્યમથી ઓબીસી અને મરાઠા વચ્ચે વિવાદ ઊભો કરવાનો પ્રયત્ન થઇ રહ્યો છે એવો આક્ષેપ સંભાજી બ્રિગેડના વિકાસ પાસલકરે કર્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button