ઉત્સવ

દુબઈ મેં યે નહીં દેખા તો કુછ નહીં દેખા…

આ રહ્યાં ફરવા લાયક સ્થળો…

મુંબઈ સમાચાર ટીમ
દુબઈ જનારાઓ ટૂરિસ્ટ્સ અને એમાં પણ ખાસ કરીને ભારતીય ટૂરિસ્ટના આંકડાઓ જોઈને જો તમે પણ દુબઈ ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો અહીં અમે તમારા માટે દુબઈમાં ફરવાલાયક સ્થળોની માહિતી તો લઈ આવ્યા જ છીએ, પણ એની પહેલાં દુબઈ ફરવા જવા માટેના બેસ્ટ ટાઈમ વિશે વાત કરી લઈએ, જેથી શેખ અને શોહરતના આ શહેરમાં તમારું વેકેશન એકદમ યાદગાર બની જશે. જો તમે પણ દુબઈ જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો અમે અહીં તમને એના વિશેની કેટલીક માહિતી આપવા જઈ રહ્યા છીએ. સૌથી પહેલાં તો દુબઈ ફરવા જવાના બેસ્ટ ટાઈમ વિશે વાત કરીએ તો દુબઈ ફરવા માટે શિયાળાનો સમય એકદમ પરફેક્ટ છે, કારણ કે આ સમયે દુબઈનું હવામાન ટૂરિઝમની દૃષ્ટિએ એકદમ અનુકૂળ છે. નવેમ્બરથી એપ્રિલ દુબઈ ફરવા માટેનો એકદમ બેસ્ટ ટાઈમ છે અને એમાં પણ જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં તો સૌથી વધુ લોકો દુબઈ ફરવા આવે છે. આનું કારણ છે દુબઈમાં આયોજિત થનારો શોપિંગ ફેસ્ટિવલ… આ સમયગાળા દરમિયાન અહીં દુનિયાના ખૂણે-ખૂણેથી ટુરિસ્ટ ફરવા આવે છે. શિયાળામાં અને એમાં પણ ખાસ કરીને નવેમ્બરથી એપ્રિલ વચ્ચે દુબઈનું વાતાવરણ એકદમ આહલાદક હોય છે. બીજી બાજું જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં યોજાતા દુબઈ ફેસ્ટિવલને કારણે આ શહેરની રોનકમાં ચાર ચાંદ લાગી જાય છે.

દુબઈ એ દુનિયાભરના ટૂરિસ્ટ માટે હોટ એન્ડ મોસ્ટ ફેવરેટ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન બની ગયું છે. અહીં આવેલી ઊંચી ઊંચી ઈમારતો, શોપિંગ મોલ, ખાડી, રણ, એડવેન્ચર, આઈલેન્ડ જેવા અનેક વિવિધ ફેક્ટર્સ છે જે ટુરિસ્ટને પોતાની તરફ આકર્ષે છે. અહીં આવનારા ટૂરિસ્ટમાં સોલો ટ્રાવેલર, ફેમિલી હોય કે ફ્રેન્ડ્સ હોય… દરેક ક્લાસના ટૂરિસ્ટ માટે અહીં કંઈને કંઈ છે જ. જો તમે પણ દુબઈ વેકેશન પર જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો બુર્જ ખલીફાની સાથે-સાથે જોવાલાયક અન્ય ઘણાં બધાં પર્યટનસ્થળોની યાદી અહીં આપવામાં આવી છે-

દુબઈ મોલ : હવે દુબઈ જાવ અને ત્યાંના મોલની મુલાકાત ના લો તો કેવી રીતે ચાલે? દુબઈના મોલની મુલાકાત વિના તમારો દુબઈફેરો ફોગટ છે. દુબઈ મોલની મુલાકાત લઈને તમને ફુલ પૈસા વસૂલની ફિલિંગ આવશે. અહીંનો આટલો અદ્ભુત અને સુંદર નજારો તમે ભાગ્યે જ કોઈ અન્ય મોલમાં જોયો હશે. દુબઈ મોલ શહેરમાં આવેલા અનેક મહત્ત્વના અને જાણીતા મોલમાંથી એક છે એટલે દુબઈની મસ્ટ વિઝિટ પ્લેસમાંથી છે આ એક પ્લેસ…

બુર્જ અલ આરબ

બુર્જ ખલિફાથી આગળ વધીએ અને વાત કરીએ બુર્જ અલ આરબની તો આની સ્થાપના ૧૯૯૯માં કરવામાં આવી હતી અને દુબઈના આ બુર્જનો નજારો ખૂબ જ અદ્ભુત છે એટલે એને વર્ણવવા માટે કોઈ શબ્દ જ નથી. આ સુંદર બુર્જ અલ આરબની ગણતરી દુબઈની પ્રીમિયમ હોટેલ્સમાં થાય છે અને તેને સેઇલના આકારમાં ડિઝાઇન કરવામાં આવ્યું છે અને અહીં વન નાઈટ સ્ટે કરવા માટે આશરે ૧૭,૫૧,૪૩૬ રૂપિયા ખર્ચવા પડી શકે છે.

દુબઈ મ્યુઝિયમ

દુબઈ મ્યુઝિયમની ગણતરી એ દુબઈનું સૌથી જૂના મ્યુઝિયમમાં કરવામાં આવે છે. આ મ્યુઝિયમ અમીરાતના ઈતિહાસની ગાથા તો વર્ણવે જ છે પણ સાથે સાથે તેની સુંદરતામાં વધારો પણ કરે છે. આ મ્યુઝિયમમાં તમને દુબઈ સંબંધિત જૂની બધી જ કથા, દંતકથાનો અદ્ભુત સમન્વય જોવા મળશે. મ્યુઝિયમની એન્ટ્રી ફી ૫૮ રૂપિયા પ્રતિ વ્યક્તિ છે અને ૬ વર્ષથી નીચેના બાળકો માટે ૨૦ રૂપિયાની ફી ચૂકવવા પડશે.

બુર્જ ખલીફા

દુનિયાના કોઈ પણ ખૂણેથી આવનારો પર્યટક દુબઈમાં પગ મૂકે એટલે સૌથી પહેલો સવાલ એ પૂછે કે અહીંથી બુર્જ ખલીફા કેટલી દૂર છે? એની ઊંચાઈ કેટલી છે? એનો બેસ્ટ વે ક્યાંથી જોવા મળે છે વગેરે વગેરે… જો તમારા મનમાં પણ આ બધા સવાલો છે તો તમારી જાણ માટે કે બુર્જ ખલીફા એ ૧૬૩ માળની મોટી ગગનચૂંબી ઈમારત છે. આ સ્કાય સ્ક્રેપરની ગણતરી દુનિયાના સૌથી ઊંચી ઇમારતમાં કરવામાં આવે છે. બુર્જ ખલીફાની ઊંચાઈ એટલી વધુ છે કે જો તમે તેનાથી ૧૦૦ કિલોમીટર દૂર હશો તો પણ તમે એનો દિદાર કરી શકો છો. આ ઈમારતના આંતરિક ભાગોના નિર્માણમાં ૨૪ કેરેટ સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે. જો તમારે આ ઈમારતમાં ૧૨૪મા માળ સુધી જવું હોય તો એ માટે તમારે ૪૧૦૨ રૂપિયા ખર્ચવા પડશે જ્યારે ૧૨૫માથી ૧૪૮મા માળની ટિકિટ આશરે ૧૦૨૫૬ રૂપિયા જેટલી છે.

ડેઝર્ટ સફારી

દુબઈની આ ડેઝર્ટ સફારીમાંથી તમે ઘણી હોલીવૂડ ફિલ્મો કે બોલિવૂડ મૂવીમાં સ્ટંટ કરતા જોયા હશે. અહીંની ડેઝર્ટ સફારી લોકોને ખૂબ આકર્ષે છે. દુબઈ સફારી એ એક સાહસ છે જે તમારા હૃદયને ઝડપી બનાવી શકે છે. અહીં જીપ કે જીપ્સી, ઊંટની સવારી, ક્વોડ બાઇક, સેન્ડ બોર્ડિંગ વગેરે રેતીના ટેકરા પર ચલાવવામાં આવે છે. જો તમે અહીં ડેઝર્ટ સફારી માટે જિપ્સી લો છો તો તમારે ૬ લોકો માટે ૩૯૦૭ રૂપિયા ચૂકવવા પડશે.

દુબઈ ફાઉન્ટન
બુર્જ ખલીફા પછી દુબઈમાં કોઈ જોવાલાયક અને માણવાલાયક બીજું કોઈ ડેસ્ટિનેશ હોય તો તે છે દુબઈ ફાઉન્ટન. દુબઈ ફાઉન્ટન બુર્જ લેકની મધ્યમાં ૨૪ એકર વિસ્તારમાં બનેલ છે. ઉપરાંત, તે ભવ્ય બુર્જ ખલીફાની સામે છે, જે તેને જોવાની મજા વધારે છે. અમને વિશ્વાસ છે કે મોટા મોટા ફુવારામાંથી નીકળતા પાણી અને તેમાં દેખાતી રંગબેરંગી લાઇટ્સ પરથી તમે તમારી નજર દૂર કરી શકશો નહીં.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત