તહેવારોની સિઝનમાં આ શહેરમાં વધી ભિખારીઓની સંખ્યા…
દેશભરમાં દિવાળીના તહેવારની ઉજવણી શરૂ થઇ ગઇ છે. બજારમાં દિવાળીનો માહોલ જામ્યો છે. ચારે તરફ ભીડ જોવા મળી રહી છે. ત્યારે હરિયાણાના અંબાલા જિલ્લામાં ભીડનો ફાયદો ઉઠાવીને ખિસ્સાકાતરુઓ ભિખારીઓના વેશમાં આવીને ચોરી કે લૂંટ જેવી ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. પરંતુ અંબાલા પ્રશાસન આ અંગે ખૂબ જ સતર્ક છે અને ભિખારીઓને આઈડી-પ્રૂફ બતાવીને પોલીસ વેરિફિકેશન પછી જ ભીખ માંગવાની છૂટ આપે છે.
અંબાલા એસપીએ જણઆવ્યું હતું કે ભિખારીઓના દસ્તાવેજોના આધારે પોલીસ વેરિફિકેશન કરવામાં આવશે. પોલીસ તેમનો ડેટા પોતાની પાસે રાખશે. લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને બજારમાં ઠેર ઠેર પોલીસ તહેનાત કરવામાં આવશે તેમજ શંકાસ્પદ લોકો પર ચાંપતી નજર રાખવામાં આવશે.
તહેવારોની સિઝનની શરૂઆત સાથે જ હરિયાણાના અંબાલા જિલ્લામાં ભિખારીઓની સંખ્યામાં વધારો થયો છે. કેટલાક લોકો ભીખ માંગવાની આડમાં ચોરી અને ખિસ્સા કાતરુ જોવા કિસ્સાઓને અંજામ આપી રહ્યા છે. આ અંગે માહિતી આપતાં અંબાલાના એસપીએ જણાવ્યું હતું કે જ્યારથી તહેવારોની સિઝન શરૂ થઈ છે, ત્યારથી પોલીસે કમર કસી છે
હાલના સમયમાં દિવસોમાં બજારોમાં ભીખ માગતા લોકોની સંખ્યા વધવા વિશે જણાવતા તેમને કહ્યું હતું કે ઘણા લોકો ભીખ માંગવા માટે શહેરમાં આવ્યા છે અને ઝૂંપડપટ્ટીમાં રહે છે, તેમના સંપૂર્ણ ડેટા એકત્રિત કરવામાં આવી રહ્યા છે. જેથી કોઇ પણ ઘટના બને કે તરત પોલીસ પ્રશાસન તેને સરળતાથી શોધી શકે. તેમજ બજારમાં ફરતા તમામ શંકાસ્પદ લોકો પર ચાંપતી નજર પોસીસ પ્રસાલન દ્વારા રાખવામાં આવી રહી છે.