મનોરંજન

આ અભિનેત્રી પહોંચી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતે

PMએ ફોટો શેર કરીને લખ્યું….

તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીમે પીએમ મોદીના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કેટલાક ફોટા શેર કર્યા હતા, જેમાં હિન્દી સિનેમાની જાણીતી અભિનેત્રી સાયરા બાનુ પીએમ મોદી સાથે મુલાકાત કરતી જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા યુઝર્સ પણ આ પોસ્ટ પર પોતાની પ્રતિક્રિયાઓ શેર કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી તસવીરની કેપ્શનમાં લખ્યું છે કે, ‘સાયરા બાનુજીને મળીને ઘણું સારું લાગ્યું. અભિનય જગતમાં તેમના ઉત્કૃષ્ટ કામે ઘણી પેઢીઓને ઘણું શીખવ્યું છે અને દરેક તેમના વખાણ કરે છે. આજે તેમની સાથેની આ મુલાકાતમાં અમે ઘણાં વિવિધ વિષયો પર સારી વાતચીત કરી હતી. આ પહેલા જ્યારે દિલીપ કુમારનું અવસાન થયું હતું ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો હતો. જો કે બંને વચ્ચે થયેલી વાતચીતની માહિતી હજુ સામે આવી નથી.

સાયરા બાનુના અંગત જીવનની વાત કરીએ તો અભિનેત્રીએ 22 વર્ષની ઉંમરમાં 44 વર્ષના દિલીપ કુમાર સાથે લગ્ન કર્યા હતા. તેના એક ઈન્ટરવ્યુ દરમિયાન સાયરાએ કહ્યું હતું કે, ‘તે બાળપણથી જ દિલીપ કુમારને પસંદ કરતી હતી અને તેની સાથે લગ્ન કરવાનું સપનું જોતી હતી’. જો કે, બંનેને કોઈ સંતાન નથી, જેનો જવાબ દિલીપ કુમારે પોતાની આત્મકથામાં આપ્યો હતો. પોતાની આત્મકથામાં દિલીપ કુમારે જણાવ્યું છે કે સાયરા બાનુએ તેની પ્રેગનેન્સી દરમિયાન મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તે 1972માં ગર્ભવતી બની હતી પરંતુ કસુવાવડનો ભોગ બની હતી. આ પછી બંનેએ ક્યારેય સંતાન મેળવવાનું આયોજન કર્યું ન હતું.

સાયરા બાનુના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અભિનેત્રીએ ‘પડોસન’, ‘શાદી’, ‘બૈરાગ’, ‘ઝમીર’, ‘ગોપી’, ‘આયી મિલન કી બેલા’, ‘દુનિયા’, ‘હેરા ફેરી’, ‘ઝુક ‘ગયા આસમાન’, ‘શાદી’ ‘જંગલી’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે અને તેમની એક્ટિંગને હંમેશા પસંદ કરવામાં આવી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button