આમચી મુંબઈ

થાણેનું વાતાવરણ ગરમાયું: ઉદ્ધવ ઠાકરેની થાણે મુલાકાત પહેલાં 90 ટકા બેનર્સ ફાડવામાં આવ્યા: પોલીસની મિલીભગત હોવાનો આવ્હાડનો આક્ષેપ

થાણે: શિવસેનાના નેતા સ્વ. આનંદ દિઘેએ મુંબ્રામાં શરુ કરેલ શિવસેનાની મધ્યવર્તી શાખા પરથી શિંદે અને ઠાકરે જુથ વચ્ચે વિવાદ થયો હતો. આ વિવાદને પગલે શિંદે જૂથના પદાધિકારીઓએ જેસીબીની મદદથી શાખા જમીનદોસ્ત કરી હતી. ઉપરાંત શિંદે જૂથે નવેસરથી શાખા ઉભી કરવા માટે મંગળવારે ભૂમિપૂજા પણ કરી હતી. ત્યારે આજે એટલે કે 11મી નવેમ્બરના રોજ ઉદ્ધવ ઠાકરે આ જમીનદોસ્ત કરવામાં આવેલ શાખાની જગ્યાની મુલાકાત લેવાના છે. ત્યારે હવે ઉદ્ધવ ઠાકરેની મુલાકાત પહેલાં થાણેનું વાતાવરણ તંગ થયું છે. કારણ કે અહીં ઉદ્ધવ ઠાકરેના 90 ટકા બેનર્સ ફાડવામાં આવ્યા છે. આ કામ પોલીસની મદદ વગર શક્ય નથી એવો આક્ષેપ રાષ્ટ્રવાદીના વિધાનસભ્ય જિતેન્દ્ર આવ્હાડે કર્યો છે.

રાષ્ટ્રવાદી કોંગ્રેસના વિધાનસભ્ય જીતેન્દ્ર આવ્હાડે ઉદ્ધવ ઠાકરેના સ્વાગત માટે મુંબ્રાથી થાણે આ વિસ્તારમાં બેનર લગાવ્યા હતાં. તેમાંથી 90 ટકા બેનર્સ ફાડવામાં આવ્યા હોવાનો આક્ષેપ જિતેન્દ્ર આવ્હાડે કર્યો છે. જિતેન્દ્ર આવ્હાડે આનો એક વિડીયો એક્સ એકાઉન્ટ પર શેર કર્યો છે.


જિતેન્દ્ર આવ્હાડે કહ્યું કે, મેં જાતે મુંબ્રા પોસીસ સ્ટેશનના સિનિયર ઓફિસર સાથે ટેલિફોનિક સંપર્ક સાધી શિવસેના (ઠાકરે જૂથ) પક્ષ પ્રણુખ ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરેના સ્વાગત માટે મુંબ્રાથી થાણે સુધી લગાવવામાં આવેલ બેનર્સ ફાડવામાં આવશે એવી શંકા વ્યક્ત કરી હતી. ત્યારે તેમણે આવું કંઇ જ નહીં થાય તમે નિશ્ચિત રહો, અમારું ધ્યાન બધે જ છે એમ મને મોટા આત્મ વિશ્વાસ સાથે કહ્યું હતું.

વધુમાં આવ્હાડે કહ્યું કે, આજે ઉદ્ધવ ઠાકરેનો થાણેમાં કાર્યક્રમ છે. તે નિમિત્તે કાર્યકર્તાઓએ ઉત્સાહભેર શહેરમાં ઠેર ઠેર બેનર્સ લગાવ્યા હતાં. એમાંથી 90 ટકા બેનર ફાડવામાં આવ્યા છે. પાછલાં એક વર્ષમાં અમને આવા અનેક અનુભવો આવ્યા છે. એક બેનર ફાડવા માટે ઓછામાં ઓછા 15 મિનીટ લાગતા હશે. અને બધે જ નજર રાખનારી પોલીસની મદદ વગર એ શક્ય નથી. હવે પોલીસ મને કહી રહી છે કે ઉદ્ધવ સાહેબને અમે મુંબ્રામાં આવવા જ નહીં દઇએ. એમ જિતેન્દ્ર આવ્હાડે કહ્યું હતું.

ભલે છતાં હું મુંબ્રા અને થાણે પોલીસનો આભાર વ્યક્ત કરું છું. તેઓ તેમની ડ્યૂટી ખૂબ જ નિષ્ઠાપૂર્વક નિભાવી રહ્યાં છે. મુંદઇ લાખ બુરા ચાહે તો ક્યાં હોતા હે, વહી હોતા હૈ જો મંજૂરે ખૂદા હોતા હૈ… એવી શાયરી રણ જિતેન્દ્ર આવ્હાડે પોસ્ટ કરી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે (Copy) 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો?