ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
ઓળખાણ પડી?
સંગીતની દુનિયામાં તંતુવાદ્યની યાદીમાં મહત્ત્વનું સ્થાન ધરાવતા આ વાજિંત્રની ઓળખાણ પડી? જાપાનના ટાઈસોકોટોના અવતારનું આ વાજિંત્ર મધુર ધ્વનિ માટે જાણીતું છે.
અ) રાવણહથ્થો બ) જલતરંગ ક) એકોર્ડિયન ડ) બુલબુલ તરંગ
ભાષા વૈભવ…
ગુજરાતી – ગુજરાતી સમાનાર્થી
શબ્દોની જોડી જમાવો
A B
ફાલ દોરા વીંટવાનું સાધન
ફાળ પંચિયું
ફાળકો ફસલ
ફળિયું ફડક
ફાળિયું આંગણું
ગુજરાત મોરી મોરી રે
પાણી (પ્રવાહી સ્વરૂપ) જ્યારે ગરમ કરવામાં આવે ત્યારે ઉકળીને ૧૦૦ ડિગ્રી સેન્ટિગ્રેડ તાપમાને એનું વરાળમાં રૂપાંતર થાય છે. આ પ્રક્રિયાને ગુજરાતીમાં શું કહેવાય?
અ) વક્રીભવન બ) આર્દ્રભવન ક) ઉષ્ણભવન ડ) બાષ્પીભવન
જાણવા જેવું
ભારતમાં ચોખાની પ્રાંતવાર જુદી જુદી જાતો જોવા મળે છે. સંસ્કૃતમાં ચોખાને
શાલિ કહે છે. કાળા ચોખાને કૃષ્ણવીહી, ગુજરાતીમાં એને કાળી કમોદ કહે છે. ચોખાની બારમાસી, સુરતી, કોલમ, લાલ
ચોખા અને સાઠી ચાવલ જેવી અનેક જાતો છે. સાઠી અર્થાત્ સાઠ દિવસે પાકતી કમોદ. ચોખા ખાવા મળે એ ચારમાંનું એક સુખ ગણાતું.
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
શાળા શિક્ષણ દરમિયાન બાળકોને સાંભળવામાં અચૂક આવતી પંક્તિનો ખૂટતો શબ્દ ઉમેરો.
લાલ, પીળો ને વાદળી મૂળ રંગ કહેવાય, બાકીના બીજાં બધાં તો —————– થાય.
અ) જાળવણીથી બ) ગોઠવણીથી ક) સાચવણીથી ડ) મેળવણીથી
નોંધી રાખો
નામ ભલે ને ગમ્મે તે હોય, એને ગુણ – કર્મની સાથે કોઈ કરતાં કોઈ સંબંધ નથી હોતો એ અનેકવાર પુરવાર થયું છે. માટે સારા નામ પર મોહિત થવું ને નરસા નામની વ્યક્તિને વખોડવી એ કેવળ અજ્ઞાનતા છે.
માઈન્ડ ગેમ
સાત કરોડના ઈનામ પર ૩૦ ટકા ટેક્સ ભર્યા પછી બાકી રહેલી રકમમાંથી ૨ કરોડ ૮૦ લાખ રૂપિયાનું ઘર ખરીદ્યા પછી કેટલી રકમ હાથમાં રહે એ જણાવો.
અ) ૧ કરોડ ૭૫ લાખ
બ) ૨ કરોડ ૧૦ લાખ
ક) ૨ કરોડ ૫૫ લાખ ડ) ૩ કરોડ
ગયા શનિવારના જવાબ
ભાષા વૈભવ
A B
ઘર આવાસ
ઘરવખરી રાચરચીલું
ઘરધણી મકાન માલિક
ઘસારો નુકસાન
ઘમસાણ ધમાચકડી
ગુજરાત મોરી મોરી રે
ત્રિપાર્શ્ર્વ કાચ
ઓળખાણ પડી
આરંગેત્રમ
માઈન્ડ ગેમ
૧૨
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
એદી
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવનણદાસ વેદ (૨) સુભાષ મોમાયા (૩) મુલરાજ કપૂર (૪) શ્રદ્ધા આશર (૫) ખુશરૂ કાપડિયા (૬) ભારતી બુચ (૭) વિભા મહેશ્ર્વરી (૮) મહેન્દ્ર લોઢાવિયા (૯) મીનળ કાપડિયા (૧૦) પુષ્પા પટેલ (૧૧) નિખિલ બંગાળી (૧૨) અમીશી બંગાળી (૧૩) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૧૪) દેવેન્દ્ર સંપટ (૧૫) જ્યોતિ ખાંડવાલા (૧૬) મનીષા શેઠ (૧૭) ફાલ્ગુની શેઠ (૧૮) તાહેર ઔરંગાબાદવાલા (૧૯) શીરીન ઔરંગાબાદવાલા (૨૦) અબદુલ્લા એફ. મુનીમ (૨૧) લજિતા ખોના (૨૨) મહેશ દોશી (૨૩) ભાવના કર્વે (૨૪) મહેશ સંઘવી (૨૫) હર્ષા મહેતા (૨૬) કલ્પના આશર (૨૭) સુનીતા પટવા (૨૮) રજનીકાંત પટવા (૨૯) અરવિંદ કામદાર (૩૦) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૩૧) વિણા સંપટ (૩૨) જગદીશ ઠક્કર (૩૩) દિલીપ પરીખ (૩૪) ઈનાક્ષી દલાલ (૩૫) હિના દલાલ (૩૬) રમેશ દલાલ (૩૭) જ્યોત્સના ગાંધી (૩૮) ડો. પ્રકાશ કટકિયા (૩૯) ભારતી પ્રકાશ કટકિયા (૪૦) નીતા દેસાઈ (૪૧) નિતીન બજરિયા (૪૨) રેખા કિરીટ ભારવાડા (૪૪) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૫) નયના ગિરીશ મિસ્ત્રી