દર દિવાળીએ માધુરી દિક્ષિતને યાદ આવે છે આઘાતજનક ઘટના.. જાણો શું છે કારણ…
તહેવારોની સીઝન બોલિવૂડ સેલિબ્રિટીઝ માટે એટલી જ ખાસ હોય છે જેટલી સામાન્ય લોકો માટે હોય છે. બોલિવૂડ સેલેબ્સ પણ હોળી અને દિવાળી જેવા તહેવારો ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવતા હોય છે. સેલેબ્રિટીઝના ચાહકો પણ દિવાલી પાર્ટીની તસવીરો જોવા માટે ઉત્સુક હોય છે. જો કે એક બોલીવુડ સેલેબ્રિટી એવા છે જેમના માટે દિવાળીનો તહેવાર એક ટ્રોમાને યાદ કરવા જેવું છે.
અમે વાત કરી રહ્યા છીએ ધક ધક ગર્લ માધુરી દીક્ષિતની. માધુરી દીક્ષિત પાસે તેના પ્રિય તહેવાર દિવાળીની ખૂબ જ ડરામણી યાદ છે, જેના વિશે જાણીને તેમના ચાહકોને પણ આઘાત લાગશે. આ એક એવી ઘટના છે જેના કારણે માધુરી દીક્ષિતને પોતાના વાળ ગુમાવવા પડ્યા હતા.
આ ઘટના ત્યારે બની જ્યારે માધુરી દીક્ષિત નાની હતી. તે વખતે તેને ફિલ્મો સાથે કોઈ લેવાદેવા નહોતી. અન્ય બાળકોની જેમ માધુરીને પણ દિવાળીનો તહેવાર ખૂબ જ પસંદ હતો. તેમને ફટાકડા અને દીવા પ્રગટાવવાનો પણ ખૂબ શોખ હતો. માધુરી તેના મિત્રો સાથે ફટાકડા ફોડી રહી હતી તે દરમિયાન તેના મિત્રએ એવી હરકત કરી જેના કારણે તેને તેના વાળ ગુમાવવા પડ્યા,. માધુરી દીક્ષિતના હાથમાં દોરડાનો બોમ્બ હતો અને તેના મિત્રએ ફટાકડાને આગ ચાંપી દીધી હતી. અને, માધુરી દીક્ષિતના હાથમાં બોમ્બ ફૂટ્યો.
અચાનક બોમ્બ વિસ્ફોટને કારણે માધુરી દીક્ષિતને વધારે ઈજા થઈ ન હતી, પરંતુ તેના વાળમાં આગ લાગી હતી અને તે ખરાબ રીતે દાઝી ગઈ હતી. માધુરી દીક્ષિતના બળેલા વાળમાંથી છુટકારો મેળવવા માટે તેના પરિવારના સભ્યોએ તેના વાળ સંપૂર્ણપણે કપાવી નાખવા પડ્યા અને તેને ટાલ પડી ગઈ. આ અકસ્માતને પગલે હજુપણ માધુરીને ફટાકડાથી ડર લાગે છે અને તે દિવાળીમાં ફટાકડાથી દૂર જ રહેવાનું પસંદ કરે છે.