ન્યૂઝિલેન્ડે શ્રીલંકાને પાંચ વિકેટથી હરાવ્યું
સેમિફાઇનલમાં પહોંચવાનો દાવો કર્યો મજબૂત
બેંગલૂરુ: વર્લ્ડ કપની ૪૧મી મેચમાં ન્યૂઝિલેન્ડે શ્રીલંકાને પાંચ વિકેટ હરાવ્યું હતું. ટૂર્નામેન્ટમાં આ તેની પાંચમી જીત છે અને તેણે સેમિફાઈનલમાં પહોંચવાની આશા જીવંત રાખી છે. બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ન્યૂઝિલેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાની ટીમ ૧૭૧ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ન્યૂઝિલેન્ડે ૨૩.૧ ઓવરમાં પાંચ વિકેટે ૧૭૨ રન કરીને મેચ જીતી લીધી હતી. ટ્રેન્ટ બોલ્ટ મેન એફ ધ મેચ રહ્યો હતો
ન્યૂઝિલેન્ડની જીતથી પાકિસ્તાની ટીમની સેમિફાઇનલમાં પહોંચવાની આશાને જોરદાર ફટકો પડ્યો છે. આ જીત બાદ ન્યૂઝિલેન્ડના ૯ મેચમાં ૧૦ પોઈન્ટ થઈ ગયા છે. ન્યૂઝિલેન્ડની ટીમ પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે.
શ્રીલંકાના ૧૭૧ રનના જવાબમાં બેટિંગ કરવા આવેલી ન્યૂઝિલેન્ડની શરૂઆત શાનદાર રહી હતી. ન્યૂઝિલેન્ડના ઓપનર ડ્વેન કોનવે અને રચિન રવિન્દ્રએ પ્રથમ વિકેટ માટે ૧૨.૨ ઓવરમાં ૮૬ રન જોડ્યા હતા. ડ્વેન કોનવે ૪૨ બોલમાં ૪૫ રન કરીને પેવેલિયન પરત ફર્યો હતો. રચિન રવિન્દ્રએ ૩૪ બોલમાં ૪૨ રન કર્યા હતા. આ પછી કિવી કેપ્ટન કેન વિલિયમ્સન પેવેલિયન પરત ફર્યો હતો. કેન વિલિયમ્સને ૧૫ બોલમાં ૧૪ રન કર્યા હતા.
ડેરીલ મિશેલે ૩૧ બોલમાં ૪૩ રન કર્યા, જ્યારે માર્ક ચેપમેને ૭ બોલમાં ૭ રન કર્યા હતા.
પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાની ટીમ ૪૬.૪ ઓવરમાં ૧૭૧ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. કુસલ પરેરાએ સૌથી વધુ ૫૧ રન કર્યા હતા. તિક્ષ્ણાએ અણનમ ૩૮ રનનું યોગદાન આપ્યું હતું. ન્યૂઝીલેન્ડ તરફથી ટ્રેન્ટ બોલ્ટે ત્રણ વિકેટ ઝડપી હતી. ન્યૂઝીલેન્ડની ટીમ ૧૭૨ રનના ટાર્ગેટને સરળતાથી હાંસલ કરવાનો પ્રયાસ કરશે અને સેમિફાઇનલમાં પોતાનું સ્થાન લગભગ નિશ્ર્ચિત
કરી લેશે.
ઓપનર પથુમ નિશંકાએ બે, કુસલ મેન્ડિસ છ રન કરીને આઉટ થયા હતા. સાદિરા સમરવિક્રમાએ બે બોલમાં એક રન કર્યો હતો. આ પછી ચરિથ અસલંકા, એન્જેલો મેથ્યુઝ, ધનંજય ડી સિલ્વા અને ચમિકા કરુણારત્નેએ અનુક્રમે ૮, ૧૬, ૧૯ અને છ રનનું યોગદાન આપ્યું હતું. શ્રીલંકન ટીમના સાત બેટ્સમેન ડબલ ફિગર સુધી પહોંચી શક્યા ન હતા.
જોકે, નીચલા ક્રમના બેટ્સમેન મહિષ તિક્ષ્ણાએ ચોક્કસપણે સંઘર્ષ કર્યો હતો. તિક્ષ્ણાએ ૯૧ બોલમાં ૩૯ રનનું યોગદાન આપ્યું હતું. દિલશાન મધુશંકાએ ૪૮ બોલમાં ૧૯ રન ફટકાર્યા હતા. આ રીતે મહિષ અને દિલશાન મધુસંકા વચ્ચે છેલ્લી વિકેટ માટે ૪૩ રનની ભાગીદારી થઈ હતી. જેના કારણે શ્રીલંકાની ટીમ ૧૭૧ રન સુધી પહોંચી શકી હતી.
ન્યુઝીલેન્ડ માટે ટ્રેન્ટ બોલ્ટ સૌથી સફળ બોલર રહ્યો હતો. ટ્રેન્ટ બોલ્ટે શ્રીલંકાના ત્રણ ખેલાડીઓને આઉટ કર્યા હતા. આ સિવાય લોકી ફર્ગ્યુસન, મિશેલ સેન્ટનર અને રચિન રવિન્દ્રએ બે-બે વિકેટ લીધી હતી. ટિમ સાઉથીને એક સફળતા મળી હતી. ઉ