સ્પોર્ટસ

બીસીસીઆઇએ વન-ડે વર્લ્ડ કપની સેમિફાઇનલ અને ફાઇનલ મેચની ટિકિટોનું કર્યું વેચાણ

નવી દિલ્હી: વન-ડે વર્લ્ડ કપ ૨૦૨૩ તેના અંતિમ તબક્કા તરફ આગળ વધી રહ્યો છે. હવે તમામ ટીમો તેમની છેલ્લી લીગ મેચ રમી રહી છે અને આવતા અઠવાડિયે સેેમિફાઈનલ અને ફાઈનલ મેચો યોજાવાની છે. આવી સ્થિતિમાં બીસીસીઆઈએ સેમિફાઈનલ અને ફાઈનલ મેચ માટે પણ ટિકિટ જાહેર કરવાનો નિર્ણય લીધો હતો. આ ટૂર્નામેન્ટનું આયોજન કરી રહેલા ભારતીય ક્રિકેટ બોર્ડે કહ્યું હતું કે નવ નવેમ્બરના રોજ ટિકિટ ખરીદવાની છેલ્લી તક આપવામાં આવી હતી.
બોર્ડે નોકઆઉટ મેચોની ટિકિટ આપતા પહેલા તમામને જાણ કરી હતી. બીસીસીઆઈએ તેની મીડિયા રિલીઝમાં લખ્યું હતું કે આઈસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૨૩ તેના સમાપનની નજીક છે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) ગુરુવારે ટિકિટની અંતિમ બેચ જાહેર કરી હતી.
પ્રથમ સેમિ-ફાઇનલ (૧૫ નવેમ્બર), બીજી સેમિ-ફાઇનલ (૧૬ નવેમ્બર) અને ૧૯ નવેમ્બરે ફાઇનલ માટે નવ નવેમ્બર રાત્રે આઠ વાગ્યાથી ટિકિટોનું વેચાણ શરૂ કરાયું હતું. ચાહકો વર્લ્ડ કપની સત્તાવાર ટિકિટિંગ વેબસાઇટ પર જઈને ટિકિટ ખરીદી શકે છે.
આ વર્લ્ડ કપમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે. અત્યાર સુધી અજેય રહીને ટીમ ઈન્ડિયાએ સેમિફાઈનલમાં સ્થાન મેળવી લીધું છે. હવે ભારત ફાઇનલમાં પહોંચવાથી એક જીત દૂર છે. ભારત ઉપરાંત દક્ષિણ આફ્રિકા અને ઑસ્ટ્રેલિયાની ટીમો પણ સેમિફાઈનલમાં પહોંચી ગઈ છે. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button