મરણ નોંધ

હિન્દુ મરણ

લુહાણા
જામ ખંભાળિયા હાલ મુંબઇ તે રમેશભાઇ તન્ના (ઉં.વ. ૮૧) તે સ્વ. મથુરાદાસ ધનજી તન્નાના સુપુત્ર. તે સ્વ. શાંતિલાલ, સ્વ. જમનાદાસ, સ્વ. મનસુખલાલના નાનાભાઇ. તે સ્વ. ગીતાબેનના પતિ. સ્વ. નટવરલાલ પરીખના જમાઇ. ભાવેશભાઇ, રૂપાલીબેન કમલેશકુમાર, હેમાલીબેન દીપકકુમારના પિતાશ્રી. અ. સૌ. રૂચિતા, કમલેશકુમાર, દિપકભાઇના સસરા તા. ૯-૧૧-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૧૦-૧૧-૨૩ના સાંજે ૫થી ૭. ઠે. લોહાણા મહાજનવાડી, ૧લે માળે, એસ. વી. રોડ., કાંદિવલી (વેસ્ટ).
કપોળ
અમરેલીવાળા હાલ ગોરેગામ મંગળાબેન કનૈયાલાલ મહેતાના પુત્ર મનોજભાઈ (ઉં. વ. ૬૩) બુધવાર, ૮-૧૧-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તે નીતાબેનના પતિ. તે પ્રજ્ઞાબેન હરેશભાઈ મહેતા તથા ચેતનભાઈના ભાઈ. તે સ્વ. ધનવંતરાય જયંતીલાલ મહેતાના જમાઈ. તે કલ્પનાબેનના જેઠ. નીપુણાના કાકા. પ્રાર્થનાસભા અને લૌકિક પ્રથા બંધ છે.
કપોળ
ભાવનગરવાળા હાલ અમદાવાદ સ્વ. નિર્મળાબેન ત્રંબકલાલ જેઠાલાલ મોદીના પુત્રવધૂ ભાવના જીતેન્દ્રકુમાર મોદી (ઉં.વ. ૭૩) તે ૧/૧૧/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે બિમલના માતુશ્રી. પૂજાના સાસુ. નૈતિક, જીયાના દાદી. સુરેશભાઈ, જયંતભાઈ, ચારુબેન ચંદ્રવદન દેસાઈ, ઉર્મિલાબેન સતિષચંદ્ર મહેતાના ભાઈના પત્ની. પિયરપક્ષે ખાંભાવાળા સ્વ. અનંતરાય કેશવજી ગાંધીના દીકરી. સર્વ લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.
કપોળ
ડેડાણવાળા, હાલ ભાયંદર ગોરડિયા નાગરદાસ હરજીવનદાસના પુત્ર. અનંતરાયના ધર્મપત્ની નિરૂપા (ઉં.વ. ૬૯) તા. ૮/૧૧/૨૩ બુધવારના શ્રીજીચરણ પામેલ છે. તે ભૂપેશના માતા. પૂજાના સાસુ. સ્વ. મથુરદાસ, સ્વ. ધીરજલાલ, મનુભાઈ, કિશોરભાઈ, મહેશભાઈ, રસીલાબેન પ્રવીણકુમાર મોદી તથા ભારતીબેન દિલીપકુમાર શાહના ભાભી. પિયર પક્ષે સિહોરવાળા સ્વ. રમણીકલાલ જેઠાલાલ મહેતાની દીકરી. સાદડીની પ્રથા બંધ રાખેલ છે.
ઘોઘારી દશા શ્રીમાળી
ભડી ભંડારીયા, હાલ ભદ્રક (ઓડિશા) સ્વ. શાંતિલાલ માનચંદ ભગતના ધર્મપત્ની દેવીબાળા (ઉં.વ. ૮૩) તે ૫/૧૧/૨૩ શ્રીજીશરણ પામેલ છે. તે નરેશ, નિલેશ, ધનેશ, મિનેષ, કલ્પના શૈલેષ શાહ, જયશ્રી જયેશ શાહના માતા. પિયરપક્ષે ભાવનગર મણિલાલ ત્રિકમલાલ મહેતાના દીકરી. સ્વ. જશુભાઈ, સ્વ. બિપીનભાઈ, જયાબેન ભાગીલાલ શેઠ, સ્વ. પ્રવિણાબેન હર્ષદરાય ગાંધીના બહેન. પારૂલ, અલ્પા, ભાવિકાના સાસુ. તેમની લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા લાડ વણિક
સ્વ. રાજીવભાઈ શેઠ (ઉં.વ. ૫૭), તે મૂળ વલસાડના, હાલ મુંબઈ તા. ૮-૧૧-૨૩ બુધવાર દેવલોક પામ્યા છે. તે પૂર્વી શેઠના પતિ. સ્વ. શિરીષ શેઠ અને રાકાબેન શેઠના દીકરા. અમી અને કોમલના ભાઈ. મનિષ અને પ્રશાંતના સાળા. સ્વ. રજનીકાંતભાઈ અને સ્વ. ચંદ્રિકાબેનના જમાઈ. લૌકિક પ્રથા બંધ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button