ભાજપને સત્તા મળે તો છત્તીસગઢમાંથી નક્સલવાદ નિર્મૂળ કરીશું: અમિત શાહ
જશપુર: છત્તીસગઢમાં ભાજપને જો સત્તા મળે તો નક્સલવાદનો પાંચ વર્ષમાં અંત લાવીશું, તેવું કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગુરુવારે કહ્યું હતું. જશપુર મતવિસ્તારમાં એક રેલીને સંબોધન કરતા અમિત શાહે રાજ્યની કૉંગ્રેસ સરકારની આકરી ટીકા કરી હતી. અમિત શાહે કહ્યું હતું કે ‘મોદીના નેતૃત્વમાં ચંદ્રયાન જ્યારે ચંદ્ર પર પહોંચ્યું હતું અને ચંદ્ર પર જ્યાં ઊતરાણ કર્યું હતું તે સ્થળને ‘શિવશક્તિ’ નામ આપવામાં આવ્યું હતું ત્યારે કૉંગ્રેસ સરકારના શાસન દરમિયાન ‘મહાદેવ’ નામની સટ્ટાબાજીની એપ શરૂ કરવામાં આવી હતી. તેમણે ‘મહાદેવ’ના નામનો ઉપયોગ કરવા જેવો ન હતો. લોકો કહે છે કે ‘સટ્ટે પે સત્તા’, કૌન કર રહા હૈ, ભૂપેશ કડકા’. છત્તીસગઢમાં ડબલ એન્જિન સરકાર રચવા અમિત શાહે લોકોને અપીલ કરી હતી. રાજ્યમાં નક્સલવાદ પાંચ વર્ષમાં હટાવી દેવામાં આવશે, તેવું તેમણે કહ્યું હતું. રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં મોટા પાયા પર ધર્મપરિવર્તન કરાયું હતું તેનો ઉલ્લેખ કરતા અમિત શાહે કહ્યું કે દબાણ અથવા લાલચપૂર્વક આદિવાસીઓનું ધર્મપરિવર્તન ભાજવ થવા નહીં દેશે અને આ પ્રવૃત્તિ પર નિયંત્રણ લાવશે. છેલ્લા પાંચ વર્ષમાં સરકાર દ્વારા મોટા પાયા પર ભ્રષ્ટાચાર કરાયો હતો અને ભાજપ સરકાર બને તો તમામ કૌભાંડોની ઉચ્ચસ્તરીય તપાસ કરવામાં આવશે અને ગુનેગારોને જેલમાં મોકલવામાં આવશે. છત્તીસગઢ વિધાનસભાની ૯૦ બેઠકમાંથી ૨૦ બેઠક પર મંગળવારે મતદાન કરવામાં આવ્યું હતું. જ્યારે ૧૭મી નવેમ્બરે બાકીની ૭૦ બેઠક પર મતદાન કરવામાં આવશે. મંગળવારે સાંજના ૫.૦૦ કલાક સુધી ૭૦.૮૭ ટકા મતદાન નોંધાયું હતું. ઉ