આમચી મુંબઈ
મુંબઈ આવતી બસ કોલ્હાપુરની નદીમાં ઊતરી: પ્રવાસીઓ સુરક્ષિત
મુંબઈ: ગોવાથી મુંબઈ આવી રહેલી લક્ઝરી બસ કોલ્હાપુર તાલુકામાં નદીમાં ઊતરી ગઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. નદી પરના બ્રિજનો અંદાજો મેળવવામાં થયેલી ડ્રાઈવરની ભૂલને કારણે આ ઘટના બની હોઈ સદ્નસીબે કોઈ પ્રવાસીને ઇજા થઈ નહોતી.પોલીસના જણાવ્યા મુજબ ઘટના ગુરુવારની સવારે સાહુવાડી વિસ્તારમાં બની હતી. ઘટના સમયે બસમાં ૪૦ પ્રવાસી હતા.
ખાનગી લક્ઝરી બસ ગોવાથી મુંબઈ આવી રહી હતી ત્યારે ડ્રાઈવર હૃષીકેશ જગદીશ ભાટે (૨૩) સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. નદી પરના બ્રિજ પરથી બસ પસાર થવાની હતી, પરંતુ અંદાજો મેળવવામાં થયેલી ભૂલને કારણે બસ રસ્તા પરથી નીચે ઊતરી ગઈ હતી. બસ સીધી નદીમાં જતી રહી હતી.અધિકારીના જણાવ્યા મુજબ સદ્નસીબે આ ઘટનામાં કોઈને ઇજા થઈ નહોતી. જોકે વાહનવ્યવહારને થોડા સમય માટે અસર થઈ હોવાનું કહેવાય છે. (પીટીઆઈ)