આમચી મુંબઈ

શહેરમાં ૧,૦૦૦થી વધુ બાંધકામ સાઈટ્સને પ્રદૂષણ નિયંત્રણમાં લાવવાની સુધરાઈની નોટિસ

બીકેસીમાં બુલેટ ટ્રેન ક્ધસ્ટ્રક્શન સાઈટને પણ નોટિસ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ ૨૭ સૂચનો સાથેની ગાઈડલાઈનનું પાલન નહીં કરનારા સામે સ્ટોપ વર્કસથી લઈને આકરા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં બીકેસીમાં હવાની ગુણવત્તા ઘસરી જતા પાલિકાએ બીકેસીમાં બુલેટ ટ્રેનની ક્ન્સ્ટ્રકશન સાઈટને નોટિસ ફટકારી હતી. તો છેલ્લા બે દિવસમાં મુંબઈમાં ૧,૦૦૦થી વધુ સાઈટ્ને ધૂળને નિયંત્રણમાં લાવવા માટેની સૂચના આપતી નોટિસ ફટકારી છે.
બાંદ્રા-કુર્લા-કૉમ્પ્લેક્સ (બીકેસી)માં બુલેટ ટ્રેન સહિત મેટ્રો વગેરેના અનેક પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે. છેલ્લા થોડા દિવસથી બીકેસીમાં ઍર ક્વોલિટી ઈન્ડેક્સ ઊંચો નોંધાયો હતો. તેથી બીકેસીમાં બુલેટ ટ્રેનની ક્ધસ્ટ્રકશન સાઈટને ઍર પોલ્યુશનને નિયંત્રણમાં લાવવા માટે નોટિસ મોકલવામાં આવી છે, તેમ જ ધૂળને નિયંત્રણમાં લાવવા માટેની બીએમસીએ બહાર પાડેલી ગાઈડલાઈનનું પાલન નહીં કર્યું તો હવે સ્ટોપ વર્કની નોટિસ ફટકારવામાં આવશે એવું પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલે કહ્યું હતું.
પાલિકાએ નીમેલી સ્કવોડ ટીમ દ્વારા મુંબઈમાં અનેક વિસ્તારોમાં ઈન્સ્પેકશન કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટે પાલિકાએ બહાર પાડેલી ગાઈડલાઈનનું પાલન કરવામાં નિષ્ફળ જતા સાંતાક્રુઝ, ખાર અને બાંદ્રા વિસ્તારમાં ૬૨ જેટલી સ્ટોપ વર્ક નોટિસ ક્ધસ્ટ્રકશન સાઈટ અને રેડી મિક્સ કૉંક્રીટ પ્લાન્ટસને પાલિકાએ મોકલી છે. આ કાર્યવાહી પાલિકાના એચ-પૂર્વ અને એચ-પશ્ર્ચિમ વોર્ડ દ્વારા કરવામાં આવી હતી.
પાલિકાના ૨૪ પ્રશાસકીય વોર્ડમાં ૯૫ જેટલી સ્ક્વોડે શહેરમાં ક્ધસ્ટ્રક્શન સાઈટ્સ અને ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટનું ઈન્સ્પેકશન કરવાનું શરૂ કરી દીધું છે. એચ-પૂર્વ વોર્ડ દ્વારા બીકેસીમાં મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઑથોરિટી (એમએમઆરડીએ) સહિત વોર્ડમાં અનેક બાંધકામ સ્થળોએ ૧૦૬ ઈન્ટીમેશનલ નોટિસ મોકલી છે, જેમાં ૪૦ બાંધકામ સાઈટ્સને સ્ટોપ વર્કની નોટિસ મોકલવામાં આવી છે.
પાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ શહેરમાં લગભગ ૧,૦૦૦થી વધુ બાંધકામ સાઈટ્સને પ્રદૂષણ નિયંત્રણમાં લાવવા માટે નોટિસ મોકલવામાં આવી છે, જ્યારે ૬,૬૯૦ સાઈટ્સને પણ સુધરાઈની વેબસાઈટના બિલ્ડિંગ પ્રપોઝલ સેકશનમાં સર્ક્યુલર બહાર પાડીને સુધરાઈએ બહાર પાડેલી ગાઈડલાઈનનું પાલન કરવાની સૂચના આપવામાં આવી છે. ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર…