આમચી મુંબઈ

બોરીવલીથી મુલુંડ એક કલાકમાં, નવો ફ્લાયઓવર સમય બચાવશે

મુંબઇ: બોરીવલીથી મુલુંડ હવે એક કલાકમાં પહોંચી જવું શક્ય બનશે. મલાડ જળાશય અને અપ્પાપાડા વચ્ચે નવો ફ્લાયઓવર બાંધવામાં આવશે, જે ગોરેગાંવ-મુલુંડ લિંક રોડ સાથે જોડાશે. પાલિકાએ દાવો કર્યો છે કે આ ફ્લાયઓવરથી વેસ્ટર્ન એક્સપ્રેસ વે પર ટ્રાફિકનું ભારણ ૩૦ ટકા ઘટશે.
વેસ્ટર્ન એક્સપ્રેસ વે પર ટ્રાફિકનું ભારે દબાણ હોવાથી તેના નિરાકરણ માટે પાલિકા દ્વારા વિવિધ સ્તરે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હાઇવે પરનો ભાર ઘટાડવા માટે ગોરેગાંવ-મુલુંડ લિંક રોડ તેમજ આરે કોલોની, ગોરેગાંવ, મલાડ, કાંદિવલીમાં નવા રસ્તાઓ વિકસાવવામાં આવશે. આ પ્રયાસમાં
હવે મલાડ પશ્ચિમમાં નવો ફ્લાયઓવર બનાવવામાં આવશે. વિકાસ યોજના ૨૦૩૪ માં, મલાડ પશ્ચિમમાં મલાડ જળાશયથી લોખંડવાલા સંકુલને જોડતા અપ્પાપાડા સુધીના ૧૮.૩૦ મીટરના રસ્તાનો વિકાસ પ્રથમ તબક્કામાં પ્રસ્તાવિત છે. આ અંતર્ગત ફ્લાયઓવર બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પુલ ૯૦૦ મીટર લાંબો છે અને તેને સિમેન્ટ કોંક્રીટ અને સ્ટીલનો ઉપયોગ કરીને બનાવવામાં આવશે.
આ સૂચિત ફ્લાયઓવરની ડિઝાઇન, બાંધકામ અને વિકાસ યોજના માટે અહેવાલો, પ્રોજેક્ટ અહેવાલો, ગુણવત્તા ખાતરી, ગુણવત્તા નિયંત્રણ અને ગુણવત્તા ઓડિટની સમીક્ષા માટે પ્રોજેક્ટ મેનેજમેન્ટ ક્ધસલ્ટન્ટની નિમણૂક કરવામાં આવશે. આ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button