સ્પેશિયલ ફિચર્સ
પશ્ચિમ રેલ્વે વધુ ત્રણ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન સાથે કુલ વિશેષ 360 ફેરી કરશે
મુસાફરોની સુવિધા માટે અને તહેવારોની સીઝનમાં તેમની માંગને પહોંચી વળવા પશ્ચિમ રેલવેએ અમદાવાદ-પટના, સાબરમતી-દિલ્હી સરાય રોહિલ્લા અને ભાવનગર ટર્મિનસ-દિલ્હી સરાય રોહિલ્લા સ્ટેશનો વચ્ચે વિશેષ ભાડા પર કેટલીક વધુ તહેવાર વિશેષ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો છે.
પશ્ચિમ રેલ્વેના જણાવ્યા અનુસાર આ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનોના સંચાલન સાથે 344 વધારાના કોચ ઉમેરવામાં આવ્યા છે, જેનો લાભ આશરે 25,000 મુસાફરોને ખાસ કરીને તહેવારોની સિઝનમાં થશે. પશ્ચિમ રેલ્વેએ અત્યાર સુધીમાં 360 ટ્રીપ્સ સાથે વિવિધ સ્થળો માટે 44 ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો શરૂ કરી છે, જેનો લાભ આશરે 6.25 લાખ મુસાફરોને મળ્યો છે. તહેવાર વિશેષ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.
- ટ્રેન નંબર 09423/09424 અમદાવાદ-પટના સ્પેશિયલ (સાપ્તાહિક) [6 ટ્રિપ્સ]
ટ્રેન નંબર 09423 અમદાવાદ-પટના સ્પેશિયલ અમદાવાદથી દર સોમવારે 21.05 કલાકે ઉપડશે અને બુધવારે 03.45 કલાકે પટના પહોંચશે. આ ટ્રેન 13 નવેમ્બર 2023 થી 27 નવેમ્બર 2023 સુધી ચાલશે. એ જ રીતે ટ્રેન નંબર 09424 પટના-અમદાવાદ સ્પેશિયલ પટનાથી દર બુધવારે 06.45 કલાકે ઉપડશે અને બીજા દિવસે 12.20 કલાકે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન 15 નવેમ્બર 2023 થી 29 નવેમ્બર 2023 સુધી ચાલશે.
આ ટ્રેન બંને દિશામાં આણંદ, છાયાપુરી, ગોધરા, રતલામ, નાગદા, ઉજ્જૈન, સંત હિરદારામ નગર, બીના, સાગર, દમોહ, કટની મુરવારા, સતના, માણિકપુર, પ્રયાગરાજ છિવકી, પં. દીન દયાલ ઉપાધ્યાય, બક્સર અને આરા સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ જનરલ કોચ હશે. - ટ્રેન નંબર 09557/09558 ભાવનગર ટર્મિનસ-દિલ્હી સરાઈ રોહિલા સ્પેશિયલ (સાપ્તાહિક) [8 ટ્રીપ્સ]ટ્રેન નંબર 09557 ભાવનગર ટર્મિનસ – દિલ્હી સરાય રોહિલ્લા સ્પેશિયલ ભાવનગર ટર્મિનસથી દર શુક્રવારે 10.10 કલાકે ઉપડશે અને બીજા દિવસે 08.50 કલાકે દિલ્હી સરાય રોહિલ્લા પહોંચશે. આ ટ્રેન 10 નવેમ્બરથી 1 ડિસેમ્બર, 2023 સુધી ચાલશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09558 દિલ્હી સરાય રોહિલ્લા – ભાવનગર ટર્મિનસ સ્પેશિયલ દિલ્હી સરાય રોહિલાથી દર શનિવારે 13.20 કલાકે ઉપડશે અને બીજા દિવસે 10.55 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 11 નવેમ્બર 2023 થી 2 ડિસેમ્બર 2023 સુધી ચાલશે.
આ ટ્રેન બંને દિશામાં ભાવનગર પરા, સિહોર, ધોળા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, વિરમગામ, ચાંદલોડિયા, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, મારવાડ, અજમેર, જયપુર, દૌસા, અલવર અને રેવાડી સ્ટેશનો પર ઉભી રહેશે.આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ જનરલ કોચ હશે. - ટ્રેન નંબર 09425/09426 સાબરમતી-દિલ્હી સરાઈ રોહિલ્લા સુપરફાસ્ટ સ્પેશિયલ [2 ટ્રિપ્સ]ટ્રેન નંબર 09425 સાબરમતી – દિલ્હી સરાય રોહિલ્લા સુપરફાસ્ટ સ્પેશિયલ ગુરુવાર, 9 નવેમ્બર, 2023 ના રોજ 16.10 કલાકે સાબરમતી થી ઉપડી ને બીજા દિવસે 08.50 કલાકે દિલ્હી સરાય રોહિલ્લા પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09426 દિલ્હી સરાઈ રોહિલ્લા – સાબરમતી સુપરફાસ્ટ સ્પેશિયલ 10 નવેમ્બર, 2023, શુક્રવારના રોજ 13.20 કલાકે દિલ્હી સરાઈ રોહિલ્લાથી ઉપડશે અને બીજા દિવસે 05.15 કલાકે સાબરમતી પહોંચશે.આ ટ્રેન બંને દિશામાં મહેસાણા, પાલનપુર, આબુ રોડ, મારવાડ, અજમેર, જયપુર, દૌસા, અલવર અને રેવાડી સ્ટેશનો પર ઉભી રહેશે.
આ ટ્રેનમાં એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ જનરલ કોચ હશે.
ટ્રેન નંબર 09423 અને 09557 માટે બુકિંગ 9 નવેમ્બર, 2023થી ખુલશે, જ્યારે ટ્રેન નંબર 09425 માટે બુકિંગ તમામ PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર ખુલ્લું છે.
Taboola Feed