સરકાર નિર્ણયો નથી લેતી અને બધી જ બાબતો કોર્ટ પર છોડે છે.
નવી દિલ્હી: દિલ્હી હાઈ કોર્ટના જસ્ટિસ મનમોહને બુધવારે કહ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારોના કેટલાક મુદ્દાઓ પર ક્યારેય ઉકેલ કેમ નથી આવતો તમામ બાબતો ફક્ત કોર્ટ પર જ કેમ છોડી દેવામાં આવે છે. આ ઉપરાંત જસ્ટિસે કહ્યું હતું કે મોટી સંખ્યામાં પીઆઈએલ કોર્ટમાં આવી રહી છે એમાં ઘણી પીઆઇએલ તો એવી છે જે ખરેખર ન્યાયતંત્રના અધિકારક્ષેત્રમાં છે પણ નહી પરંતુ લોકોએ અદાલતમાં આવીને ઝપાઝપી કરવી મંદૂર છે પરંતુ પોતાના લેવલ પર ઉકેલ લાવવો મંજૂર નથી અને અદાલત કોઇપણ નાગરિકને ન્યાય વગર જવા નહિ દે એટલે આવી જાઓ બધા અદાલતમાં..
તેમણે વધુમાં કહ્યું હતું કે આજે તમે એ વાતનો ઈન્કાર કરી શકતા નથી કે કોઈ પણ મુદ્દો હોય લોકો સીધા કોર્ટમાં જ આવે છે.
પ્રદુષણ હોય કે આ દેશમાં ઉદભવતો કોઈ રાજકીય મુદ્દો હોય, સમલૈંગિક લગ્ન પણ કોર્ટમાં આવે છે. એટલા માટે કારણ કે જનતાને કોર્ટમાં વિશ્વાસ છે. તેમનું માનવું છે કે કોર્ટ સિવાય અન્ય કોઈ સંસ્થા જનતાની વાત સાંભળવા તૈયાર નથી. તેઓ માને છે કે તેમના મંતવ્યો કોર્ટમાં જ સાંભળવામાં આવે છે.
પેન્ડિંગ કેસો વિશે જણાવતા તેમણે કહ્યું હતું કે આજે સ્થિતિ એવી છે કે દરેક મામલામાં કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારે લેવાના નિર્ણયો પણ કોર્ટ પર છોડી દેવામાં આવે છે. અને એટલે જ કોર્ટમાં ઘણી મોટી સંખ્યામાં કેસો આવી રહ્યા છે. જે ખરેખર કોર્ટના અધિકારક્ષેત્રમાં આવતા પણ નથી. ન્યાયાધીશે ખાસ એમ જણાવ્યું કે તમે કલ્પના પણ નહી કરી શકો એવા એવા કેસ આવે છે જેમકે કોર્ટમાં કૂતરાના ડરના કારણે લોકો ડરી રહ્યા છે તેનો કેસ ચાલી રહ્યો છે કારણ કે મ્યુનિસિપલ વહીવટીતંત્ર કામ કરી રહ્યું નથી અને જ્યારે લોકો ફરિયાદ કરે છે કે ત્યારે તેઓ તેનો કોઇ ઉકેલ આપતા નથી.
આ ઉપરાંત જસ્ટિસ મનમોહને ન્યાયાધીશોની સંખ્યા વધારવા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ડિજિટલાઈઝેશનમાં સુધારો કરવાની અને વધુ બજેટ ફાળવવાની પણ હિમાયત કરી હતી.
તેમણે કહ્યું હતું કે આ દેશમાં દરેક જજને દરરોજ 70 થી 80 કેસનો નિકાલ કરવો પડે છે. જ્યારે વિદેશોમાં આટલા કેસ નથી આવતા. આ ઉપરાંત તેમણે નવા કાયદાઓ લાવવા માટે સરકારની પણ પ્રશંસા કરી હતી. ન્યાયાધીશે કહ્યું હતું કે હવે તેઓ દંડના કાયદામાં પણ ફેરફાર કરવાની યોજના બનાવી રહ્યા છે,