સ્પેશિયલ ફિચર્સ

વધતા પ્રદૂષણથી બાળકોને પણ જોખમ છે, માતાપિતા લેજો આ પ્રમાણે કાળજી

મુંબઈ: દેશમાં અનેક સ્થળોએ વાયુ પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે. ત્યારે આ પ્રદૂષણની સૌથી માઠી અને ગંભીર અસર નાના બાળકો પર થઈ રહી છે. એમાં પણ 5 વર્ષની વય જૂથના બાળકોના આરોગ્ય પર આ પ્રદૂષણની ખરાબ અસર થઈ શકે છે. તેથી હવે તેમના આરોગ્ય માટે યોગ્ય પગલાં લેવાની સલાહ એક્સપર્ટ આપી રહ્યા છે. નાના બાળકો પર પ્રદૂષણની આટલી ગંભીર અસર કેમ થાય છે અને તેનાથી બચવા શું કરવું જોઈએ એ અંગે વિચાર કરવો જરૂરી બની ગયું છે.

નાના બાળકો ખાસ કરીને પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો વધુ સંવેદનશીલ હોય છે. તેમની વિકસિત થઈ રહેલ શ્વસન પ્રક્રિયા અને શ્વાસને લાગતા સંક્રમણને કારણે તેમને ફેફસાંની સમસ્યા આવી શકે છે. ઉપરાંત તેમની રોગ પ્રતિકારક શક્તિ પણ નબળી હોય છે તેથી તેમને ઇન્ફેક્શન થવાની શકયતાઓ વધી જાય છે. માત્ર બહાર જ નહિ પણ ઘરમાં પણ તેમને પ્રદૂષણને કારણે તકલીફ થઈ શકે છે. હવામાં રહેલ પ્રદૂષણના ઝેરી રજકણો શ્વાસના માધ્યમથી ફેફસામાં પહોંચી શકે છે. અને બાળકોમાં ફેફસાં ખરાબ થઈ શકે છે. ખાસ કરીને નાના બાળકોને વધતી ઉંમરમાં ફેફસાંને લગતી બીમારી થઇ શકે છે. વાયુ પ્રદૂષણને કારણે નાના બાળકોને અસ્થમા જેવી બિમારીઓ થઈ શકે છે. તેમની રોગપ્રતિકારક શક્તિ પણ નબળી પડે છે.

બાળકોને આવી ગંભીર બિમારીઓ થી બચાવવા માટે યોગ્ય વેન્ટિલેશન હોય તે સુનિશ્ચિત કરવું. જ્યારે પ્રદૂષણનું સ્તર ઓછું હોય ત્યારે ખીડકીઓ ખૂલ્લી રાખવી જોઈએ. ઘરની ભેજયુક્ત હવા ઘરની બહાર જાય તેવી વ્યવસ્થા કરો. નાના બાળકોને ભીડવાળી જગ્યાએ લઈ જવાનું ટાળો. બને ત્યાં સુધી કુદરતી વાતાવરણમાં લઈ જવાનું રાખો.

ઘરમાં સુગંધી મીણબત્તી, સિગરેટ વગેરેનો ઉપયોગ ટાળો. નાનાં બાળકોને પણ નિયમિત રીતે યોગાસન કરવો જેને કારણે શ્વાસને સંબધિત સમસ્યાઓ ઓછી થશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button