(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: શેરબજારમાં તેજી મંદીની ખેંચતાણ ચાલું છે. સેન્સેકસ ૬૫૦૦૦ અને નિફ્ટી ૧૯,૫૦૦ને હાસલ કરવા પ્રયાસરત છે. સેન્સેકસ એકવાર ૬૫૦૦૦ને સ્પર્શ કરી શક્યો છે, પરંતુ સફળતા મળી નથી.
વિદેશી ફંડોની એકધારી વેચવાલી અને વૈશ્વિક બજારોમાંથી મળી રહેલા મિશ્ર સંકેત વચ્ચે ગુરુવારે શરૂઆતના કામકાજમાં બેન્ચમાર્ક ઇક્વિટી ઇન્ડેક્સમાં ઘટાડો જોવા મળ્યો હતો.
સેન્સેક્સ કંપનીઓમાં, ટેક મહિન્દ્રા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, હિન્દુસ્તાન યુનિલિવર, એચડીએફસી બેંક, ઇન્ફોસિસ અને જેએસડબ્લ્યુ સ્ટીલ મુખ્ય લુઝર્સ શેરો હતા.
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, આઈસીઆઈસીઆઈ બેંક, મારુતિ, વિપ્રો, લાર્સન એન્ડ ટુબ્રો અને ટાટા મોટર્સ ગેઈનર્સ હતા.
એશિયન બજારોમાં, સિઓલ, ટોક્યો અને શાંઘાઈ સકારાત્મક ક્ષેત્રમાં ટ્રેડ થઈ રહ્યા હતા જ્યારે હોંગકોંગ નીચા ક્વોટ થયા હતા.
બુધવારે અમેરિકી બજારોનો અંત મિશ્રિત નોંધ પર રહ્યો. વૈશ્વિક ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 0.23 ટકા વધીને 79.72 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે.
એક્સચેન્જ ડેટા અનુસાર.વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ બુધવારે રૂ. 84.55 કરોડની ઇક્વિટી ઓફલોડ કરી હતી.
બુધવારે BSE બેન્ચમાર્ક 33.21 પોઈન્ટ અથવા 0.05 ટકા વધીને 64,975.61 પર સેટલ થયો હતો. જ્યારે નિફ્ટી 36.80 પોઈન્ટ અથવા 0.19 ટકા વધીને 19,443.50 પર પહોંચ્યો હતો.
Taboola Feed