આજે જ કરી લો આ કામ, નહીં તો Google તમારું એકાઉન્ટ કરી નાખશે ડિલીટ
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ટેક્નોલોજીના આ જમાનામાં ઇન્ટરનેટ, ગુગલ વિના હવે જીવનની કલ્પના પણ કરી શકાતી નથી. એવામાં ગુગલે એવી સૂચના આપી છે જે જાણીને તમને પણ આંચકો લાગશે. ગૂગલ આવતા મહિને લાખો જીમેલ એકાઉન્ટ ડીલીટ કરી શકે છે. કંપનીએ આ વાતની જાણકારી ઘણા સમય પહેલા આપી હતી. કંપનીએ કહ્યું છે કે જો તમે સતત Gmail નો ઉપયોગ નથી કરતા તો ગૂગલ તમારું Gmail એકાઉન્ટ ડિલીટ કરી શકે છે. હાલમાં જ ગૂગલે આ અંગે માહિતી આપી હતી.
કંપનીએ કહ્યું હતું કે તેઓ ડિસેમ્બરમાં એકાઉન્ટ ડિલીટ કરવાની પ્રક્રિયા શરૂ કરશે. આમાં તે ખાતાઓને ટાર્ગેટ કરવામાં આવશે જે બે વર્ષથી બંધ છે. જે યુઝર્સ નિયમિતપણે Gmail, Docs, Calendar અને Photos એપનો ઉપયોગ કરે છે તેઓને આનાથી કોઈ અસર થશે નહીં. હવે તમને વિચાર આવશે કે Google કયા એકાઉન્ટ્સ કાઢી નાખશે? તો જે Gmail એકાઉન્ટ લાંબા સમયથઈ બંધ હશે એને ગુગલ ડિલીટ કરશે. તેથી જો, જો તમારું Gmail એકાઉન્ટ લાંબા સમયથી બંધ છે, તો તેને ચોક્કસપણે અસર થશે. આ નીતિ વધુ સારી સુરક્ષા માટે લાગુ કરવામાં આવી રહી છે. ગુગલના મતે જૂના અને સક્રિય ખાતા એક મોટો સાયબર ખતરો છે.
ગુગલે જણાવ્યું હતું કે , ‘જો છેલ્લા બે વર્ષમાં ગુગલ એકાઉન્ટનો ઉપયોગ ન થયો હોય કે તે સાઇન ઇન કરવામાં આવ્યું ના હોય તેવા બધા એકાઉન્ટને ડિલીટ કરી નાખવામાં આવશે અને આને લગતી સામગ્રી પણ કાઢી નાખવામાં આવશે. જો કોઈ Google એકાઉન્ટ કાઢી નાખવામાં આવે છે, તો તે એકાઉન્ટ સાથે સંકળાયેલી તમામ વિગતો, જેમાં કાર્યસ્થળનો ડેટા, Gmail,દસ્તાવેજ, ડ્રાઇવ, મીટ, કેલેન્ડર અને Google ફોટા – એમ બધાને કાઢી નાખવામાં આવશે.
જોકે, તમારે બહુ ટેન્શન લેવાની જરૂર નથી, કારણ કે તમારા એકાઉન્ટને કાઢી નાખતા પહેલા Google તમને સૂચના જરૂર મોકલશે. કંપનીએ કહ્યું છે કે યુઝર્સને એકાઉન્ટ ડિલીટ કરતા પહેલા નોટિફિકેશન મોકલવામાં આવશે. આ સૂચનાઓ સંબંધિત ઇમેઇલ અને રિકવરી ઇમેઇલ પર મોકલવામાં આવશે. આ પ્રકારની સમસ્યાથી બચવા માટે તમારે તમારા એકાઉન્ટનો ઉપયોગ કરતા રહેવું પડશે.
હવે તમને એવો વિચાર આવશે કે ગુગલ આવું શું કામ કરી રહ્યું છે. કોઇ વ્યક્તિ એના એકાઉન્ટનો ઉપયોગ ના કરે એમાં ગુગલને શું ફરક પડી જવાનો!
ગૂગલ આ કેમ કરી રહ્યું છે?
ગૂગલે યુઝર્સની સુરક્ષા માટે આ પગલું ભર્યું છે, કારણ કે હેકર્સ ઇનેક્ટિવ એકાઉન્ટ્સને સૌથી વધુ ટાર્ગેટ કરે છે. આવા એકાઉન્ટમાં જૂના અથવા ફરીથી ઉપયોગમાં લેવાયેલા પાસવર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. આ એકાઉન્ટ્સમાં બહુ ઓછા ટુ ફેક્ટર્સ ઓથેન્ટિકેશન અને અન્ય security checks છે. કંપનીનું કહેવું છે કે તેઓ યુઝર્સ માટે વધુ સારું ઓનલાઈન પ્લેટફોર્મ બનાવવ્ ઇચ્છે છે. આવી સ્થિતિમાં, જો તમે ઇચ્છતા નથી કે તમારું Google એકાઉન્ટ ડિલીટ થાય, તો તેનો ઉપયોગ કરવાનું ચાલુ રાખો.