ઇન્ટરનેશનલ

અમેરિકામાં હુમલમાં ગંભીર રીતે ઘાયલ ભારતીય વિદ્યાર્થીનું મોત

વોશિંગ્ટનઃ અમેરિકાના ઈન્ડિયાના રાજ્યમાં ફિટનેસ સેન્ટરમાં ગયા અઠવાડિયે 24 વર્ષીય ભારતીય વિદ્યાર્થી વરુણ રાજ પુચા પર હુમલાખોરે ચાકુથી હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ વિદ્યાર્થીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જે યુનિવર્સિટીમાં વરુણ વિદ્યાર્થી હતો તેણે માહિતી આપી કે વરુણનું મૃત્યુ થઈ ગયું છે.

વાલપરાઈસો યુનિવર્સિટીમાં કમ્પ્યુટર સાયન્સના વિદ્યાર્થી વરુણ પર હુમલાખોર જોર્ડન એન્ડ્રેડે 29 ઑક્ટોબરના રોજ જાહેર જીમમાં ચાકુથી હુમલો કર્યો હતો. અધિકારીઓ હજુ પણ આ મામલે તપાસ કરી રહ્યા છે. ઘટના બાદ હુમલાખોરની ધરપકડ કરવામાં આવી હતી અને તેના પર ઘાતક હથિયાર વડે હુમલો અને હત્યાના પ્રયાસનો આરોપ મૂકવામાં આવ્યો હતો.


વાલપરાઈસો યુનિવર્સિટીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “ભારે હૃદય સાથે અમે વરુણ રાજ પુચાના નિધનના સમાચાર તમારી સાથે શેર કરીએ છીએ. અમારા કેમ્પસ સમુદાયે આજે એક વિદ્યાર્થી ગુમાવ્યો છે અને અમારી લાગણીઓ અને પ્રાર્થનાઓ આ દુઃખના સમયે વરુણના પરિવાર અને મિત્રો સાથે છે. આગામી 16 નવેમ્બરના રોજ વાલપરાઈસો યુનિવર્સિટી કેમ્પસમાં વરુણ માટે સ્મરણ અને સ્મારકની સેવાનું આયોજન કરવામાં આવ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button