મહારાષ્ટ્ર

હિંગોલી જિલ્લાના પાંગરા (શિંદે) ગામમાં ભૂકંપનો આંચકો, લોકો રસ્તા પર દોડી આવ્યા

હિંગોલી: હિંગોલી જિલ્લાના વસમત તાલુકામાં આવેલ પાંગરા (શિંદે) ગામમાં કાલે રાત્રે 12 વાગીને 4 મિનિટે ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો છે. ભૂકંપનો અવાજ થયો પણ નોંધ થઈ નથી એમ ડિઝાસ્ટર મેનેજમેન્ટની અધિકારી એ જણાવ્યું હતું. વસમત ના પાંગરા (શિંદે) ગામમાં રાત્રે લોકો ગાઢ ઊંઘમાં હતા ત્યારે જ રાત્રે 12:04 મિનિટે ભૂકંપનો જોરદાર આંચકો લાગ્યો હતો. જેને કારણે આખું ગામ સફાળું જાગી ગયું હતું. ભૂકંપનો આંચકો આવ્યો છે એવી જાણ થતાં જ ગામલોકો રસ્તા પર દોડી આવ્યા હતા. આ ભૂકંપનું કેન્દ્ર પાંગરા (શિંદે) ગામ હોવાનું કહેવાઈ રહ્યું છે.

પાંગરા ઉપરાંત કુરુંદા, પારડી ખું, કોઠારી, સોમઠાના, રજવાડી, સિરળી, કળમનુરી તાલુકાના દાંડેગાવ શિંદે પાંગરા, વાપટી, રાજવાડી, આંબા, ચોંડી સ્ટેશન, વરતાળા વગેરે સ્થળોએ એક જ સમયે ભૂકંપના આંચકા અનુભવાય હતા. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ 15મી જુલાઈના રોજ પણ અહી ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.


ગામ લોકોનું કહેવું છે કે આ ગામના ભૂગર્ભમાંથી છેલ્લા ઘણા સમયથી ગૂઢ અવાજો આવે છે. લગભગ 200 વાર આવા અવાજો આવ્યા છે. બે – ત્રણ વાર આ ગામમાં આવેલ આવેલ રિક્ટર સ્કેલ પર નોંધાયા પણ છે. ત્યારે જાણ થઈ કે એ ભૂકંપના આંચકા છે.


જોકે ગઈકાલે આવેલા અવાજની નોંધ થઈ નથી. ડિઝાસ્ટર મેનજમેન્ટ વિભાગના અધિકારીના કહેવા મુજબ આ આંચકો નોંધાયો નથી તેથી તે ખૂબ સોમ્ય આંચકો હોય શકે છે. જેમાં કોઈ જાન – માલનું નુકસાન થયું નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button