નેશનલ

તો શું કર્ણાટકમાં સરકાર પડી જશે?

બીજેપી સાંસદ તેજસ્વી સૂર્યાની ડીકે શિવકુમાર સાથે મુલાકાતથી અફવા બજાર ગરમ

બેંગલૂરુઃ કર્ણાટકની કોંગ્રેસ સરકારમાં સીએમ પદને લઈને ચાલી રહેલા સમાચારો વચ્ચે ભાજપના સાંસદ તેજસ્વી સૂર્યા અને ડીકે શિવકુમારની મુલાકાતે સનસનાટી મચાવી દીધી છે. આ મીટિંગનો ફોટો સામે આવ્યા બાદ લોકો સોશિયલ મીડિયા પર તમામ પ્રકારની અટકળો લગાવી રહ્યા છે. કેટલાક લોકો કહે છે કે કર્ણાટકમાં ‘ખેલા’ થવા જઈ રહ્યો છે.

જ્યારે આ વર્ષે કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ ત્યારે કોંગ્રેસે સિદ્ધારમૈયાને સીએમ અને ડીકે શિવકુમારને ડેપ્યુટી સીએમ પદ આપ્યું હતું. જોકે, હાઈકમાન્ડે બંને વચ્ચે અઢી વર્ષની ફોર્મ્યુલા અપનાવી હોવાનું પણ જણાવ્યું હતું. મતલબ કે સિદ્ધારમૈયાના મુખ્ય પ્રધાન તરીકે અઢી વર્ષ પૂરા થયા બાદ ડીકે શિવકુમાર કર્ણાટકના સીએમ બનશે. કર્ણાટકમાં કોંગ્રેસના વિધાન સભ્ય રવિકુમાર ગૌડા (રવિ ગનીગા)એ તાજેતરમાં દાવો કર્યો હતો કે અઢી વર્ષ બાદ ડી.કે. શિવકુમાર મુખ્ય પ્રધાન બનશે. આ દાવા બાદ કર્ણાટક કોંગ્રેસમાં ખળભળાટ જોવા મળ્યો હતો.


દરમિયાન ભાજપના સાંસદ તેજસ્વી સૂર્યા અને ડીકે શિવકુમારની મુલાકાત રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની છે. બીજેપી સાંસદ તેજસ્વી સૂર્યા કર્ણાટકના ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારને બેંગલુરુમાં તેમના નિવાસસ્થાને મળ્યા હતા. બંને નેતાઓએ આ મુલાકાત વિશે કોઇ માહિતી આપી નહોતી, પરંતુ તેને માત્ર એક શુભેચ્છા મુલાકાત જ ગણાવી હતી. સોશિયલ મીડિયા પર આ બંને નેતાઓની મુલાકાતના ફોટા વાયરલ થયા છે.


આ ફોટા પર લોકો જાતજાતની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે, “મામલો થાળે પડી ગયો છે. શિવકુમાર લોકસભા પછી મુખ્ય પ્રધાન બની રહ્યા છે. સૂર્યભાઈ મોટાભાઈનો મેસેજ લઈને ગયા હતા.” જ્યારે બીજાએ લખ્યું છે કે, એવું લાગે છે કે કર્ણાટકમાં સરકાર પડવાની તૈયારીમાં છે. અન્ય એક યુઝરે લખ્યું કે, “એવું લાગે છે કે સિદ્ધારમૈયાનો સમય પૂરો થવાનો છે અને કર્ણાટકમાં ફરીથી ભાજપની સરકાર બનવાની છે.”

જો કે, આ ફોટા પર ઘણા લોકોએ એવું પણ કહ્યું છે કે તેજસ્વી સૂર્યા ડીકે શિવકુમારને દિવાળીની શુભેચ્છા આપવા ગયા છે. બંને નેતાઓની મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે કર્ણાટકમાં મુખ્ય પ્રધાનપદને લઈને જોરદાર ચર્ચા ચાલી રહી છે. જેડીએસ નેતા એચડી કુમારસ્વામીએ પણ મોટી ઓફર કરી છે. તેમણે કહ્યું છે કે જો ડીકે શિવકુમાર મુખ્ય પ્રધાન બનવા ઈચ્છે છે તો તેમની પાર્ટીના તમામ 19 વિધાન સભ્યો તેમને સમર્થન આપશે. કુમારસ્વામીના આ નિવેદન બાદ કર્ણાટકના રાજકીય વર્તુળોમાં હલચલ મચી ગઈ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ…