નેશનલ

ગૌતમ ગંભીર કો ગુસ્સા ક્યોં આતા હૈ?

AAP સરકાર પર નિશાન સાધ્યું

નવી દિલ્હીઃ દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં હવાની ગુણવત્તા બુધવારે ફરીથી ‘ગંભીર’ શ્રેણીમાં નોંધવામાં આવી હતી. રાષ્ટ્રીય રાજધાનીમાં વાયુ પ્રદૂષણ માટે પડોશી રાજ્યોમાં પરાળી સળગાવવાથી નીકળતો ધુમાડો જવાબદાર છે. દિલ્હી-એનસીઆરમાં વાયુ પ્રદૂષણ પર ભાજપના સાંસદ અને પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે આપ સરકાર પર નિશાન સાધ્યું હતું અને જણાવ્યું હતું કે, ‘દિલ્હીના બાળકોની હાલત જુઓ. હું ગઈકાલે એક ડૉક્ટર સાથે વાત કરી રહ્યો હતો. તેમણે મને જણાવ્યું હતું કે દિલ્હીમાં 70 ટકા બાળકો નેબ્યુલાઈઝર પર છે. આ બાળકોની ભૂલ શું છે? માત્ર એક માણસ વોટબેંકની રાજનીતિ કરવા માંગે છે અને મૂર્ખ બનાવવા માંગે છે, તેનું નુકસાન દિલ્હીના બાળકોને ભોગવવું પડશે.’

દિલ્હીમાં 24 કલાકનો સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક દરરોજ સાંજે 4 વાગ્યે રેકોર્ડ કરવામાં આવે છે. બુધવારે સાંજે દિલ્હીનો સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક (AQI)426 નોંધાયો હતો. મંગળવારે તે 395 હતો. ગંગાના મેદાનોના ઘણા શહેરોમાં હવાની ગુણવત્તા જોખમી સ્તર પર હોવાનું નોંધાયું છે. પડોશી ગાઝિયાબાદ (384), ગુરુગ્રામ (385), નોઈડા (405), ગ્રેટર નોઈડા (478) અને ફરીદાબાદ (425)માં પણ ખરાબ હવાની ગુણવત્તા નોંધવામાં આવી હતી.


દિલ્હીની ‘ડિસિઝન સપોર્ટ સિસ્ટમ’ના ડેટા અનુસાર, બુધવારે પડોશી રાજ્યો, ખાસ કરીને પંજાબ અને હરિયાણામાં સ્ટબલ સળગાવવાના ધુમાડાએ દિલ્હીમાં બગડતી હવાની ગુણવત્તામાં 38 ટકા યોગદાન આપ્યું હતું. જ્યારે ગુરુવારે તે 27 ટકા રહેવાની શક્યતા છે.

વાયુ પ્રદૂષણને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે તમામ શાળાઓની ડિસેમ્બરની શિયાળાની રજાઓ ફરીથી શેડ્યૂલ કરી છે અને તે હવે 9 નવેમ્બરથી 18 નવેમ્બર સુધી રહેશે. દિલ્હીના પર્યાવરણ પ્રધાન ગોપાલ રાયે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર દિલ્હીમાં એપ આધારિત ટેક્સીઓના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમણે એમ પણ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટ દ્વારા તેની અસરકારકતાની સમીક્ષા અને આદેશ જારી કર્યા પછી રાષ્ટ્રીય રાજધાનીમાં ઓડ-ઇવન કાર યોજના લાગુ કરવામાં આવશે. આ કેસની આગામી સુનાવણી શુક્રવારે થશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?