નેશનલ
કેરળની બૅન્ક પર ઈડીના દરોડા
તિરૂવંથપુરમ: અહીંની એક સહકારી બૅન્ક પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે બુધવારે દરોડા પાડ્યા હતા. કટ્ટાકડા પાસેની કંડાલા સર્વિસિસ કો-ઑપરેટિવ બૅન્ક પર ઈડીએ દરોડા પાડયા હતા. આ બૅન્કમાં કરોડો રૂપિયાના કથિત ગોટાળાઓ થયા હોવાના અહેવાલના પગલે ઈડીએ દરોડા પાડ્યા હતા. બૅન્ક સાથે સંકળાયેલા અન્ય સંખ્યાબંધ સ્થળો પર ઈડીએ દરોડા પાડ્યા હતા. દરમિયાન પુલપલ્લી સર્વિસ કો-ઑપરેટિવ બૅન્ક કૌભાંડના સંદર્ભમાં ઈડીએ કેરળ પ્રદેશ કૉંગ્રેસ કમિટિ (કેપીસીસી)ના ભૂતપૂર્વ મહામંત્રીની મંગળવારે રાતે ધરપકડ કરી હતી. ઉ