15 વર્ષની પરિણીત દીકરીનો મૃતદેહ મળ્યો, પરિવારે નોંધાવી આ લોકો સામે ફરિયાદ
મુંબઈઃ થાણે જિલ્લાના કલ્યાણમાંથી ત્રણ મહિનાથી ગુમ પંદર વર્ષની દીકરીનો મૃતદેહ મળ્યા બાદ પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. પંદર વર્ષની પરિણીત દીકરી ત્રણ મહિનાથી ગુમ હોવાનું તેના પરિવારે જણાવ્યુ હતું. આ છોકરીના બળજબરીપૂર્વક લગ્ન કરાવી તેને બ્લેકમેલ કરવામાં આવી રહી હોવાનું પણ જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતા જ પોલીસે ઘટનાસ્થળે પહોચી સગીરના મૃતદેહને તાબામાં લઈ પોસ્ટમોર્ટમમાં મોકલી આગળની તપાસ શરૂ કરી દીધી છે.
સગીરવયની છોકરીના પરિવારે તેના પતિ અને સાસરિયાં સામે ફરિયાદ નોંધાવી હતી. છોકરીના પરિવારે હોસ્પિટલની બહાર આરોપીને માર મારી તેના ચહેરા પર કાળો રંગ લગાડવામાં આવ્યો હતો. પોલીસે આપેલી માહિતી મુજબ પુણેના નિગડી વિસ્તારમાં રહેતા રાજેન્દ્ર રણદિવેની 15 વર્ષની દીકરી ત્રણ મહિના પહેલા ગુમ થઈ ગઈ હતી અને તેણે રોહન મહ્સ્કે નામના વ્યક્તિ સાથે લગ્ન કરી લીધા હતા.
આ મુદ્દે સગીરના પિતાએ પોલીસને જણાવ્યુ હતું કે છોકરીની મોતના એક દિવસ પહેલા તેમને ફોન આવ્યો હતો, જેમાં કહ્યું હતું કે પપ્પા મને અહીથી ઘરે લઈ જાવ, અહી મારી સાથે મારપીટ કરવામાં આવે છે. પોલીસે આ મામલે છોકરીના પતિ અને સાસરિયાંવાળા સામે ફરિયાદ નોંધી તેમની ધરપકડ કરી લીધી છે અને આગળની કાર્યવાહી પણ શરૂ કરી છે