નેશનલ

આસામના મુખ્ય પ્રધાને ફરી આપ્યું આ નિવેદન, શું મળ્યો જવાબ જાણો?

આસામ: મુસલમાનો મુદ્દે આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમા અને આસામના જ પક્ષ AIUDFના પ્રમુખ બદરૂદ્દીન અજમલ વચ્ચે વાકયુદ્ધ છેડાયું છે. સીએમ હિમંતા બિસ્વા સરમાએ જણાવ્યું હતું કે તેઓ મિયા મુસ્લિમો પાસેથી વોટ મળે એવી અપેક્ષા નથી રાખતા. આ નિવેદનનો જવાબ આપતા બદરૂદ્દીને કહ્યું હતું કે જો મિયા મુસલમાન 3 દિવસ કામ ન કરે તો ગુવાહાટી કબ્રસ્તાન બની જશે.

આસામના મુખ્યપ્રધાન હિમંતા બિસ્વા સરમાએ મિયા મુસલમાનોને લઇને જાહેરમાં નિવેદન આપતા કહ્યું હતું કે “જો અમારા રાજ્યના મુસ્લિમોની વાત કરવામાં આવે તો તેમની સાથે ફક્ત વોટ પૂરતી જ નિસ્બત હોય છે, આવું એટલા માટે થાય છે કારણ કે તેઓ સ્કૂલો અથવા કોલેજ બનાવતા નથી.


અમારું ધ્યાન આસામના મૂળ નિવાસી મુસલમાનોના વિકાસ પર છે. હું અન્ય મુસલમાનો પાસેથી વોટ મેળવાની અપેક્ષા નથી રાખતો, પરંતુ જે આસામના મૂળ નિવાસી મુસલમાન છે, તેમની પાસેથી હું અપેક્ષા રાખું છું. એ અત્યંત દુ:ખની વાત છે કે તમામ મેડિકલ કોલેજોમાં મિયા મુસલમાનોની સંખ્યા અમારા મૂળનિવાસી યુવાનોથી વધુ છે. મેં આવી કોલેજોમાં જવાનું પણ બંધ કરી દીધું છે.”

સીએમ હિમંત બિસ્વા સરમાના નિવેદન પર જવાબ આપતા ઓલ ઇન્ડિયા યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રંટ AIUDFના પ્રમુખ બદરૂદ્દીન અજમલે જણાવ્યું હતું કે જો તમામ મિયા મુસ્લિમ કામ કરવાનું છોડી દે તો ગુવાહાટી કબ્રસ્તાન બની જશે. શહેર આખું વેરાન બની જશે.


આ પહેલા પણ આસામમાં ચૂંટણી વખતે હિમંત બિસ્વા સરમા આ પ્રકારનું વિવાદાસ્પદ નિવેદન આપી ચુક્યા છે, તેમણે કહ્યું હતું કે ‘મિયા મુસ્લીમ’ મને વોટ નહિ આપે, મારો અનુભવ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button