હરિયાણાના સીએમ જ્યારે ચોકીદાર બનીને મેળામાં ફરવા પહોંચ્યા ત્યારે…
જૂના જમાનામાં નગરના રાજા વેશપલટો કરીને અચાનક રાતના સમયે નગરચર્યા પર નીકળતા હતા અને તેમના રાજમાં પ્રજા કેવી રીતે જીવી રહી છે અને શું વિચારી રહી છે એનો તાગ મેળવવાનો પ્રયાસ કરતાં હતા. પરંતુ એ જો થઈ વીતેલાં સમયની વાત. પરંતુ આજે આપણે અહીં વાત કરીશું હરિયાણાના મુખ્ય પ્રધાન મનોહર લાલ વિશે કે જેઓ વેશ પલટો કરીને ફરતાં જોવા મળ્યા હતા.
જી હા, આવું હકીકતમાં બન્યું છે અને આઈ નો હવે તમને એવું થઈ રહ્યું હશે કે આખરે એવું તે શું થયું કે સીએમ મનોહર લાલ પર વેશ બદલીને બહાર ફરવાનો વારો આવ્યો? તો ભાઈ એવું કંઈ થયું નથી. આ તો સીએમ મનોહર લાલ ચોકીદારનો વેશ લઈને પંચકુલાના સેક્ટર 5 દશહરા ગ્રાઉન્ડમાં પહોંચ્યા હતા. અહીં તેઓ કોઈ પણ પ્રકારની સુરક્ષા વગર મેળામાં ફરતાં જોવા મળ્યા હતા.
જોકે, આ પહેલી વખત નથી કે સીએમ મનોહર લાલ આ રીતે ફરતાં જોવા મળ્યા હતા. આ પહેલાં તેઓ હરિયાણાના સીએમ બુલેટ ચલાવતાં જોવા મળ્યા હતા અને એમનો આ અંદાજ જ લોકોને ખૂબ જ પસંદ આવે છે.
હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટરનો આ વેશપલટો કરીને મેળામાં ફરતો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તેમણે મોઢા પર સફેદ કલરનું કપડું પહેરીને મેળામાં ફરતાં જોઈ શકાય છે. હરિયાણાના મનોહર લાલ ખટ્ટરે એક કેપ પણ પહેરેલા જોવા મળ્યા હતા અને એની સાથ તેમણે પેન્ટ, શર્ટ અને જેકેટ પણ પહેર્યું હતું. સોશિયલ મીડિયા પર આ વીડિયોને લોકોએ શેર કર્યો છે અને એના પર લાઈક્સ અને કમેન્ટ્સ કરી રહ્યા છે.