નેશનલ

પ્રદૂષણને પગલે દિલ્હીની શાળાઓમાં 19 નવેમ્બર સુધી રજાનું એલાન

નવી દિલ્હી: સતત વધતા પ્રદૂષણને પગલે અરવિંદ કેજરીવાલ સરકારે મોટું એલાન કર્યું છે. દિલ્હીમાં આવતીકાલથી એટલે કે આગામી 9થી 18 નવેમ્બર સુધી શાળામાં વેકેશનની જાહેરાત કરવામાં આવી છે. બાળકોને સામાન્યપણે શિયાળા માટે જે ‘વિન્ટર બ્રેક’ મળતો હોય છે તે ડિસેમ્બરને બદલે નવેમ્બરમાં જ આપવામાં આવી રહી છે.

રાજધાની દિલ્હીમાં સતત પ્રદૂષણ વધી રહ્યું છે તેવામાં બાળકોને સુરક્ષિત રાખવાના પ્રયાસરૂપે કેજરીવાલે આ પગલું લીધું છે. કેજરીવાલે જણાવ્યું હતું કે શહેરની હવામાં સતત ઝેરીલા કણો છે આથી 9 નવેમ્બરથી સ્કૂલો 18 નવેમ્બર સુધી બંધ રહેશે. તાત્કાલિક અસરથી દિલ્હીની તમામ શાળાઓએ આનો અમલ કરવાનો રહેશે.


ભારે પ્રદૂષણને પગલે દિલ્હી તથા તેની આસપાસના ઘણા શહેરોમાં ગેસ ચેમ્બર જેવી સ્થિતિ સર્જાઇ છે. વાતાવરણમાં ઝેરી ધુમાડાની કાળી ચાદરો છવાયેલી છે. સ્થાનિકોને શ્વાસ લેવામાં તકલીફ, અસ્થમા, ફેફસાના રોગોના દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.


દિલ્હી સરકારે શહેરના તમામ વિસ્તારોમાં કન્સ્ટ્રક્શનની કામગીરી પણ રોક લગાવી દીધી છે. વાહનો માટે ઓડ-ઇવન પદ્ધતિ પણ લાગુ કરવામાં આવી રહી છે. સ્કૂલોમાં 19 નવેમ્બર સુધી વેકેશનની જાહેરાત કરાઇ છે જેને ડિસેમ્બરની રજાઓ સાથે એડજસ્ટ કરવામાં આવશે.

પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ દિલ્હીમાં પણ વધતા પ્રદૂષણ પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે કેન્દ્ર, દિલ્હી સરકાર અને પડોશી રાજ્યોએ શહેરમાં વાયુ પ્રદૂષણની સમસ્યાનો સામનો કરવા માટે સર્વસંમતિથી એક ફોર્મ્યુલા વિકસાવવી જોઈએ અને આ મુદ્દે કોઈ રાજકારણ ન થવું જોઈએ.


સમસ્યાના નિરાકરણ માટે તાત્કાલિક પગલાં લેવાની હાકલ કરતાં, તેમણે કહ્યું હતું કે તે ખૂબ જ ગંભીર મુદ્દો છે કારણ કે તે યુવાનોના સ્વાસ્થ્યને અસર કરે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button