નેશનલ

મધ્ય પ્રદેશની ચૂંટણીમાં ઉમા ભારતીની રિ-એન્ટ્રી: હિમાલય જવાનો પ્લાન કેન્સલ

ભોપાલ: આખરે પૂર્વ મુખ્ય પ્રધાન ઉમા ભારતી હિમાલય જવાનો પ્લાન કેન્સલ કરી મધ્ય પ્રદેશના ચૂંટણી સગ્રામમાં પ્રચાર માટે તૈયાર થઇ ગયા છે. તેઓ ગુરુવાર 9 નવેમ્બરથી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરશે. ઉભા ભારતીનું ચૂંટણી પ્રચાર અભિયાન સાંચીથી શરુ થશે. ચૂંટણી પ્રચાર પહેલા જ ઉમા ભારતી એક્ટીવ થઇ ગયા છે. દરમીયાન તેમણે તીર્થ દર્શન યોજના પર અરવિંદ કેજરીવાલે કરેલા દાવાઓ ખોટા ગણાવ્યા છે.

કહેવાઇ રહ્યું છે કે પૂર્વ મુખ્ય પ્રધાન ઉમા ભારતી સિલવાનીના બમ્હોરી અને સાગરના સુરખીમાં પણ ચૂંટણી રૈની કરશે. જોકે અગાઉ ઉમા ભારતીએ પ્રચાર માટે ના પાડી હીમાલય જવાની જાહેરાત કરી હતી. ભાજપના સ્ટાર પ્રચારકની યાદીમાં એમનું નામ નહતું. આ વાત માટે ઉમા ભારતીએ નારાજગી પણ વ્યક્ત કરી હતી. છતાં ઉમા ભારતીએ કહ્યું હતું કે, મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ તેમને જ્યાં પણ પ્રચાર માટે બોલાવશે એ ત્યાં જશે.


થોડા દિવસો પહેલાં જ ઉમા ભારતીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, લલિતપુર રેલવે સ્ટેશનપર ડાબા પગ પર થયેલી ઇજા બહુ મોટું નુકસાન કરી ગઇ છે. 28 તારીખથી ઝાંસીમાં ફિઝીયો થેરાપી ચાલી રહી હતી. પણ ફરક ન પડતાં ઝાંસીમાં જ એમઆરઆઇ કરાવ્યું. તબીબોની સલાહ બાદ ભોપાલ પાછી આવી રહી છું. લગભગ 3 મહિના સુધીની સારવાર, ફિઝીયો થેરાપી, દવા અને બેડરેસ્ટ મળીને હેવ સાજા થવામાં લાંબો સમય લાગશે.


દરમીયાન તીર્થ દર્શન યોજના પર દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ દ્વારા કરવામાં આવેલ દાવાને જૂઠ્ઠાંણૂ કહીને ઉમા ભારતીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ લખી કે, કેજરીવાલજી ખૂબ તનાવ અને દબાવથી થાકી ગયા છે, એમની યાદશક્તી નબળી પડી રહી છે. મુખ્ય પ્રધાન તિર્થ દર્શન યોજના સૌથી પહેલાં મારા મોટા ભાઇ શ્રી શિવરાજ સિંહ ચૌહાણજીએ શરુ કરી હતી.


અત્રે ઉલ્લેખનીય છે કે ઉમા ભારતી આગામી લોકસભાની ચૂંટણી લડવાની ઇચ્છા પણ વ્યક્ત કરી ચૂક્યા છે. ઉમા ભારતી 2019ની લોકસભા ચૂંટણી નહતાં લડ્યાં. જોકે તેમણે સ્પષ્ટ કરી દીધુ છે કે તેઓ આગામી 2024ની લોકસભા ચૂંટણી જરુર લડવા માંગે છે. તેમણે કહ્યું કે આ અંગે જે કંઇ કહેવાનું હતું તે તેઓ અગાઉ જ કહી ચૂક્યા છે હવે જે કંઇ કહેવું હશે તે ભાજપ પ્રમુખ જે.પી. નડ્ડાજી કહેશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button