નેશનલ

‘તેમને કોઈ શરમ નથી…’, PM મોદીનો નીતીશ કુમાર અને I.N.D.I.A. ગઠબંધન પર હુમલો

બિહાર વિધાન સભામાં મર્યાદાની તમામ હદો વટાવી દેનારા મુખ્ય પ્રધાન નીતીશ કુમારના નિવેદન પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તીખો હુમલો કર્યો છે. તેમણે વિપક્ષી ગઠબંધન I.N.D.I.A.પર પણ પ્રહારો કર્યા છે. મધ્ય પ્રદેશના ગુના ખાતે ચૂંટણી રેલીને સંબોધિત કરતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે I.N.D.I.A. ગઠબંધનના એક નેતાએ વિધાનસભાની અંદર માતા, બહેન, પુત્રી સામે અભદ્ર અને અશ્લીલ ભાષામાં વાત કરી….. તેમને કોઇ શરમ નથી.

પીએમ મોદીએ એમ પણ કહ્યું હતું કે આટલી અશોભનીય વાત કરી હોવા છતાં પણ I.N.D.I.A. અલાયન્સનો એક પણ નેતા તેમની નિંદા નથી કરી રહ્યો. તેઓ કેટલા નિમ્ન સ્તર પર ઉતરી ગયા છે. દુનિયાભરમાં ભારતની છબિ ખરાબ થઇ રહી છે. પીએમ મોદીએ સાથે સાથે કૉંગ્રેસ પર પણ નિશઆન સાધ્યું હતું અને જણાવ્યું હતું કે એમને ખાલી પોતાના જ દીકરા-દીકરીઓની ચિંતા હોય છે. બીજાની તેઓને પરવા નથી.

વસ્તીને નિયંત્રિત કરવા માટે મહિલાઓમાં શિક્ષણના મહત્વ પર ભાર મૂકતા, નીતીશ કુમારે વસ્તી નિયંત્રણ પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. મંગળવારે તેમણે ગૃહમાં કહ્યું હતું કે કેવી રીતે શિક્ષિત મહિલા શારીરિક સંબંધો દરમિયાન તેના પતિને રોકી શકે છે. આ માટે હવે વિપક્ષના નિશાના પર છે.

આ નિવેદનની જોરદાર ટીકા થયા બાદ નીતીશ કુમારે માફી માગી લીધી હતી અને કહ્યું હતું કે “જો મેં કહેલા શબ્દોથી કોઈ પીડા થઈ હોય તો હું મારા શબ્દો પાછા લઈ લઉં છું.” હું મારી જાતને વખોડું છું અને ખેદ વ્યક્ત કરું છું… તમે (વિપક્ષના સભ્યો) કહ્યું કે મુખ્ય પ્રધાનને શરમ આવવી જોઈએ, હું માત્ર શરમ અનુભવતો નથી, હું તેના માટે દુઃખી પણ છું. હું મારા શબ્દો પાછા ખેંચુ છું.”

ભાજપે નીતીશ કુમારના રાજીનામાની માગ કરી છે. હંગામાને કારણે બુધવારે બિહાર વિધાનસભાની બેઠક બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. દરમિયાન રાષ્ટ્રીય મહિલા આયોગે પણ નીતીશ કુમારના નિવેદનોની ટીકા કરી હતી અને તેમને બિનશરતી માફી માગવા કહ્યું હતું.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત