અહીં દિવાળીનો જશ્ન નહીં પણ શોક હોય છે, કારણ જાણશો તો ચોંકી ઉઠશો…
હેડિંગ વાંચીને ચોંકી ગયા ને? આપણે તો દિવાળીની ધામધૂમથી ઊજવણી કરીએ છીએ પણ આ બધા વચ્ચે ભારતનું એક એવું ગામ છે કે જ્યાં અમુક સમુદાયના લોકો દિવાળીની ઊજવણી નથી કરવામાં આવતી પણ એને બદલે શોક મનાવે છે. અહીંયા આ સમયગાળામાં ન તો પૂજાપાઠ થાય છે કે ન તો દિવા પ્રગટાવવામાં આવે છે.
અહીં વાત થઈ રહી છે યુપીના મિર્ઝાપુર જિલ્લામાં આવેલા મડિહાન તહેસીલના અટારી અને એની આસપાસમાં આવેલા ગામો વિશે. અહીંના ચૌહાણ વંશના લોકો દિવાળીના દિવસે ખુશીને બદલે શોક મનાવે છે. આ પાછળની એવી માન્યતા છે કે દિવાળીના એક દિવસ પહેલાં જ મોહમ્મદ ગોરીએ કપટ કરીને પૃથ્વીરાજ ચૌહાણની હત્યા કરી નાખવામાં આવી હતી અને અમે એમના જ વંશજ છીએ એટલે દિવાળી નહીં પણ એકાદશીના દિવસે અહીં દીવા પ્રગટાવવામાં આવે છે.
આ ગામોમાં ચૌહાણ સમાજના લોકો રહે છે અને અહીં એમની વસતી હજારોની સંખ્યામાં છે. દિવાળીના દિવસે આ લોકો પોતાના ઘરમાં દીવા નથી પ્રગટાવતા અને એને બદલે શોક મનાવે છે. આ સમુદાયના લોકો એદાકશીના દિવસે દિવાળી મનાવે છે અને એ જ દિવસે ઘરમાં દીપક પ્રગટાવે છે. એમની એવી માન્યતા છે કેપૃથ્વીરાજ ચૌહાણની હત્યા બાદથી અમારા વંશજો દિવાળી નહોતી મનાવી. આ લોકોએ આજે પણ એમના પૂર્વજોની પરંપરાને અનુસરી રહ્યા છે અને આગળ વધારી રહ્યા છે.