મરણ નોંધ

જૈન મરણ

વાગડ વિ. ઓ. જૈન
ગામ લાકડીયાના સ્વ. ભાણજી ગડા (ઉં.વ.૫૫) મુંબઇ મધે અવસાન પામેલ છે. સ્વ. જેઠીબેન ગોવર પરબત ગડાના પૌત્ર. સ્વ. મીણાબેન-ડાઇબેન હિરજીના સુપુત્ર. હંસાના પતિ. ચિરાગ, ધ્રુમીલના પિતા. સ્વ. લખમશીના ભાઇ. ગામ સામખીયારીનાં ગં. સ્વ. પાર્વતીબેન ગોવરનાં જમાઇ. પ્રાર્થનાસભા તા. ૮-૧૧-૨૩ના બુધવાર, ઠે. ચંપાબેન ચાંપશી દેવશી નંદુ મહાજનવાડી, લોટસ પેટ્રોલ પંપની સામે, લીંક રોડ, અંધેરી (વેસ્ટ). ૩થી ૪-૩૦.

દશા શ્રીમાળી દેરાવાસી જૈન
વાઘપર હાલ ડોમ્બિવલી સ્વ. મણીબેન પાનાચંદ શાહના સુપુત્ર મનહરલાલ (મનુભાઇ) (ઉં. વ. ૮૦) તે સ્વ. અ. સૌ. નીતાબેનના પતિ. તે અ. સૌ. કેજલ અમરીશ શાહના પિતાશ્રી. સ્વ. નીમચંદ, સ્વ. દૂધીબેન, સ્વ. કાંતાબેન, સ્વ. દયાબેનના ભાઇ. કિશોરભાઇના કાકા. દેવેન્દ્ર ધનવંતરાયના વેવાઇ. સ્વ. ચીમનલાલ મગનલાલ કગથરાના જમાઇ તા. ૫-૧૧-૨૩ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
પાલિતાણા હાલ બોરીવલી અનસુયાબેન મહેતા (ઉં. વ. ૮૯) તા. ૭-૧૧-૨૩ના અવસાન પામેલ છે. તે સ્વ. ખાંતીલાલ બાવચંદ મહેતાના ધર્મપત્ની. તે વર્ષાબેન ચેતનભાઇ, જયશ્રીબેન વિજયકુમાર, રેણુકાબેન કમલેશકુમારના માતુશ્રી. તે પ્રતીક-કોષા, દિપ-ચાર્મીના મોટીબા. તે સ્વ. ચંદુભાઇ, સ્વ. કનૈયાલાલ, ભૂપતભાઇ, સ્વ. નિર્મળાબેન, સ્વ. હીરાબેનના ભાભી. પિયરપક્ષે વિરડીવાળા સ્વ. ગોરધનદાસ લવજીભાઇ ગાંધીના દિકરી. માતૃવંદના તા. ૯-૧૧-૨૩ના ૧૦થી ૧૨. ઠે. લોટસ હોલ, રઘુલીલા મોલ, કાંદિવલી (વેસ્ટ).

સોરઠ વિશા શ્રીમાળી જૈન
ધોરાજી હાલ મુલુંડ સ્વ.કલાવતીબેન અમૃતલાલ વલ્લભજી ખાખરાના સુપુત્ર હેમેન્દ્રકુમાર (ઉં. વ. ૭૦) તા. ૭-૧૧-૨૩ને મંગળવારના અરિહંતશરણ પામેલ છે. તે માલતીબેનના પતિ. ખુશ્બુના પિતાશ્રી. પ્રવીણભાઇ, બિપીનભાઇ, સ્વ. નિર્મળાબેન, ભગવાનજી, સ્વ. ભારતીબેન મધુસુદનના ભાઇ. અને પિયર પક્ષે મોટા લીલીયાવાળા સ્વ. ગુણવંતીબેન ચંદુલાલ હરજીવનદાસ દોશીના જમાઇ. રેખાબેન કીર્તિકુમાર, નિતિન, દિપકના બનેવી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

ઝાલાવાડી દશા શ્રીમાળી દેરાવાસી જૈન
વીંછીયા હાલ અંધેરી સ્વ. કંચનબેન અમુલખભાઇ અજમેરાના પુત્ર મહેશભાઇ અજમેરા (ઉ. વ. ૭૫) તા. ૬-૧૧-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે ભાવનાબહેનના પતિ. નીપાબેન જયેશભાઇ વોરાના પિતા. રંજનબેન સુભાષભાઇ ભાયાણી, આશાબેન રાજુભાઇ મહેતા, સુભાષભાઇ, રજનીભાઇ તથા અશોકભાઇના ભાઇ. તે બગસરા નિવાસી હાલ ઘાટકોપર સ્વ. ઓતમચંદ મણીલાલ દેસાઇના જમાઇ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

કચ્છી વિશા ઓશવાળ જૈન
નવિનાળના ભારતી મનહરલાલ ગાલા (ઉં.વ. ૭૩) ૫-૧૧ના અવસાન પામ્યા છે. મેહા, હેતલ, દીપેનના માતુશ્રી. મોટી ખાખર કુંવરબેન/કસ્તુરબેન પોપટલાલ નરશીના પુત્રી. ડેપા મુકતાબેન હેમરાજ, નેમચંદ, લક્ષ્મીચંદ, મનહર, દેવચંદ, દિલીપ, રાયણ જેવંતી જયંતીના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. દીપેન, બી-૨૫૦૪, એશફોર્ડ રોયલ, સેમ્યુલ સ્ટ્રીટ, નાહુર (વે). ૭૮.
ગઢશીશાના શ્રી દેવરાજ લીલાધર (ઉં.વ. ૭૭) તા. ૪-૧૧-૨૩ના અવસાન પામેલ છે. માતુશ્રી પુરબાઇ લીલાધર ભીમશીના પુત્ર. ધનવંતીના પતિ. ચંદ્રકાંત, હર્ષા, હીના, લતા, હેતલના પિતા. સ્વ. ગોવિંદજી, કોટડા (રો.)ના ચંચલ ગાંગજી, ભાણબાઇ લીલાધર, દેવકા ઉમરશી, ભુજપુરના જવેર નરેન્દ્રના ભાઇ. શેરડી રાજબાઇ રવજી હંસરાજના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. દેવરાજ લીલાધર દેઢીયા, શેરી નં. ૩, નવાવાસ, ગઢશીશા.

દશા શ્રીમાળી સ્થા. જૈન
બળેલ પીપળિયા, હાલ દહિસર સ્વ. ફુલચંદભાઈ રવજીભાઈ રવાણીના પુત્ર નવીનભાઈ (ઉં.વ. ૭૭) તે ૩/૧૧/૨૩ના ધરમપુર મુકામે અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. નીતાબેનના પતિ. તેજશ તથા ફાગુનના પિતાશ્રી. સ્વ. સુરેશભાઈ, કિરીટભાઈ, સ્વ. જીતુભાઇ, ચંદ્રિકાબેન જાગાણી, ભારતીબેન શાહ, દિવ્યાબેન દામાણીના ભાઈ. સ્વ. વેણીભાઈ દોશીના જમાઈ. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થના રાખેલ નથી.

ખંભાત વિશા શ્રીમાળી જૈન
ખંભાત, હાલ ગોરેગાવ સ્વ. ચંદીબેન શતાલાલ ફુલચંદ શાહના પુત્ર કનુભાઈ (ઉં.વ. ૮૬) તે અંજુબેનના પતિ. સમીર -મનીષા, હિમાંશુ -બીજલ, નેહા -નિમેષકુમારના પિતા. નિશી ધ્રુવાંગકુમાર, અમન, રાજ, કૃતિ, હર્ષ, હેત્વીના દાદા/નાના. સ્વ. ઇન્દુબેન સ્વ. સુમનકુમાર, અશ્ર્વિનભાઇ સ્વ. પ્રવિણાબેન, રમેશભાઈ સ્વ. વીરબાળા, સ્વ. મુકેશ ધર્મિષ્ઠાબેન, ઉષાબેન સ્વ. મહેન્દ્રકુમાર, પલ્લવી સ્વ. ધીરેનકુમારના મોટાભાઈ. સ્વ. કાંતિલાલ મોહનલાલ શાહના જમાઈ. તા. ૬/૧૧/૨૩ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૮/૧૧/૨૩ના ૬.૩૦ થી ૮.૩૦ શ્રી રાજસ્થાન શ્ર્વેતામ્બર જૈન સંઘ, આરે રોડ, ગોરેગાવ વેસ્ટ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત