પશ્ર્ચિમ રેલવે તહેવારોમાં સુરત-મહુવા અને સુરત-વેરાવળ વચ્ચે સ્પેશિયલ ટ્રેનો દોડાવશે
અમદાવાદ: પશ્ર્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા અને તહેવારોને ધ્યાનમાં રાખીને અમદાવાદ મંડળ થઈને ખાસ ભાડું લઈને વધુ ત્રણ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો છે. પશ્ર્ચિમ રેલવે દ્વારા ત્રણ ફેસ્ટીવલ સ્પેશીયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો છે. જેમાં ટ્રેન નંબર ૦૯૧૧૧-૦૯૧ર સુરત મહુવા સ્પેશિયલ દ્વિસાપ્તાહિક ૧૪ ટ્રીપ્સ ટ્રેન નંબર ૦૯૧૧૧ સુરત મહુવા સ્પેશીયલ દર બુધવારે શુક્રવારે સુરતથી રાત્રે ૧૦.૦૦ વાગે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે ૦૯.૧૦ વાગે મહુવા પહોચશે. આ ટ્રેન ૮ નવેમ્બરથી ર૯ નવેમ્બર સુધી ચાલશે. એ જ રીતે ટ્રેન નંબર ૦૯૧૧ર મહુવા-સુરત સ્પેશિયલ દર ગુરુવાર અને શનિવારે બપોરના ૧.૧પ વાગે મહુવાથી પ્રસ્થાન કરાશે અને બીજા દિવસે ૦ર.૩૦ વાગે સુરત પહોચશે. આ ટ્રેન તા.૯મી નવેમ્બરથી તા.૩૦મી નવેમ્બર સુધી ચાલશે આ ટ્રેન બંને દિશામાં વડોદરા, અમદાવાદ, ગાંધીગ્રામ, બાવળા, ધોળકા, ધંધુકા, બોટાદ, નિંગલા, ધોળા ઢસા, દામનગર, લીલીયા મોટા, સાવરકુંડલા અને રાજુલા સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી ચેર કાર સ્લીપર કલાસ, જનરલ કોચ હશે. આજ રીતે ટ્રેન નંબર ૦૯૦૧૭-૦૯૦૧૮ સુરત-વેરાવળ સ્પેશિયલ સાપ્તાહીક-૮ ટ્રીપ્સ દોડશે. જેમાં ટ્રેન નંબર ૦૯૦૧૭ સુરત-વેરાવળ સ્પેશિયલ દર સોમવારે ૭.૩૦ વાગે સુરતથી પ્રસ્થાન કરશે. બીજા દિવસે ૦૮.૦પ વાગે વેરાવળ પહોચશે. આ ટ્રેન તા. ૬ઠ્ઠી નવેમ્બરથી તા.ર૭મી નવેમ્બર સુધી ચાલશે. એ જ રીતે ટ્રેન નંબર ૦૯૦૧૮ ૧૧.૦૦ વાગે વેરાવળથી પ્રસ્થાન કરશે અને એ જ દિવસે ૧૧.૪પ વાગે સુરત પહોચશે. આ ટ્રેન તા.૭મી નવેમ્બરથી તા.ર૮મી નવેમ્બર સુધી ચાલશે. આ ટ્રેન બંને દિશાઓમાં વડોદરા, અમદાવાદ, રાજકોટ, ગોંડલ, જેતલસર, જૂનાગઢ, કેશોદ અને માળીયા હાટીના થોભશે તેવું જણાવ્યુ હતું.