મનોરંજન

ભોજપુરી અભિનેત્રીના ગ્લેમર અંદાજે ઈન્ટરનેટ પર લગાવી આગ

મુંબઈઃ ભોજપુરી ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી સોશિયલ મીડિયા પર છવાઈ રહી છે, જેમાં તેના ગીતો અને ફિલ્મોના પણ હવે લોકો દિવાના બની ગયા છે. વાત કરી રહ્યા છીએ નેહા મલિકની. તાજેતરમાં નેહાએ લેટેસ્ટ ફોટો શેર કર્યા છે, જે ચર્ચાનો વિષય બન્યા છે.

બોલીવૂડની અભિનેત્રીઓની સાથે સાથે ભોજપુરી અભિનેત્રીઓની સોશિયલ મીડિયા મોટી સંખ્યામાં ફેન-ફોલોઈંગની સંખ્યા છે. હંમેશાં અભિનેત્રીઓ પોતાની વ્યક્તિગત લાઈફ અને ફીટનેસને લઈ ચર્ચામાં રહે છે, પરંતુ તેની સાથે ફોટોગ્રાફ કે વીડિયો પોસ્ટ કરીને તેના ચાહકોના દિલ ઘાયલ કરે છે, જેમાં નેહાનું નામ અવ્વલ છે.

નેહા સોશિયલ મીડિયા પર પણ જોરદાર એક્ટિવ રહે છે, જેમાં તાજેતરમાં દુબઈના ફોટોગ્રાફ શેર કર્યા છે. એક કરતા અનેક બોલ્ડ ફોટોગ્રાફને પોસ્ટ કરીને લોકોનું દિલ લૂટી લીધા છે. લાખો લોકોએ લાઈક કરવાની સાથે કમેન્ટ પણ આપી છે. તાજેતરના તેના બોલ્ડ ફોટોગ્રાફે ઈન્ટરનેટ પર આગ લગાવી દીધી છે.

તમારી જાણ ખાતર જણાવીએ તો નેહા મલિકના કામકાજની નોંધ પણ ઈન્ડસ્ટ્રીએ લીધી છે. કારકિર્દીમાં 100થી વધુ મ્યુઝિક વીડિયોમાં કામ કરી ચૂકી છે. તેના નવા સોંગનો પણ લોકોને ઈંતજાર રહે છે. તેના મ્યુઝિક વીડિયો પણ લોન્ચ કર્યા પછી પણ ગણતરીના દિવસોમાં જોરદાર વાઈરલ થાય છે.

પંજાબી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં અનેક વીડિયો કર્યા છે, જ્યારે પંજાબી ગીતની વાત કરીએ તો બિંદી, ઠુમકા, મેરે વાલી સરદારની અને કાકા જેવા મ્યુઝિક વીડિયો વિશેષ લોકપ્રિય બન્યા હતા.

સોશિયલ મીડિયા પર હમેશ એક્ટિવ રહેતી નેહા મલિકની ફેન ફોલોઈંગની સંખ્યાની વાત કરીએ તો એકલા ઈન્સ્ટાગ્રામ પર 41 લાખથી વધુ ફોલોઅર્સ છે. ફિલ્મોની વાત કરીએ તો મૂળ મુંબઈની નેહા મલિકને પંજાબી ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે, જ્યારે ફક્ત ભોજપુરી સ્ટાર ખેસારી લાલની સાથે પણ કામ કર્યું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button